વર્ષ 2024માં કોની સરકાર આવશે? જો આજે ચૂંટણી થાય છે, તો કેટલી બેઠકો NDAના પક્ષમાં જશે, જ્યારે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A. કેટલી બેઠકો જીતશે. આ સર્વેમાં ફરી એકવાર NDAની સરકાર બની રહી છે. એનડીએના ખાતામાં 306 સીટો જતી જોવા મળી રહી છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A.ને 193 સીટો મળી રહી છે જ્યારે અન્યના ખાતામાં 44 સીટો આવી રહી છે. ઈન્ડિયા ટુડે-સી વોટરના સર્વેમાં આ પરિણામો સામે આવ્યા છે.
I.N.D.I.A.નો 41 ટકા વોટ શેર
જો વોટ શેરની વાત કરીએ તો વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન એનડીએની ખૂબ નજીક આવી રહ્યું છે. આ સર્વે અનુસાર 43 ટકા વોટ શેર NDAની તરફેણમાં જોવા મળે છે જ્યારે 41 ટકા વોટ શેર I.N.D.I.A.ની તરફેણમાં જોવા મળે છે. બીજી તરફ 16 ટકા વોટ શેર અન્યના ખાતામાં જતો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં સુધી એકલા ભાજપ અને કોંગ્રેસની બેઠકોની વાત છે તો ભાજપને 287 બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસને 74 અને અન્યને 182 બેઠકો મળી રહી છે.
મોંઘવારી સૌથી મોટો પ્રશ્ન
શું તમે NDA સરકારની કામગીરીથી સંતુષ્ટ છો? દેશનો મૂડ જાણવા માટે કરવામાં આવેલા આ સર્વેમાં 59 ટકા લોકોએ હા પાડી. જ્યારે, 19 ટકા લોકો અસંતુષ્ટ દેખાયા. તમે સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ શું માનો છો? જવાબમાં, 21 ટકા લોકો કોવિડ રોગચાળાને સંભાળવાને સૌથી મોટી ઉપલબ્ધિ માને છે. બીજા નંબર પર 13 ટકા લોકો ભ્રષ્ટાચાર મુક્ત સરકારને એક સિદ્ધિ માને છે. રામ મંદિર અને 370ની વિદાયને પણ એક સિદ્ધિ ગણાવી છે. આ સર્વેમાં સરકારની સૌથી મોટી નિષ્ફળતા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં 25 ટકા લોકોએ મોંઘવારી જણાવી હતી. તે જ સમયે, 17 ટકા લોકોએ બેરોજગારીને સૌથી મોટી નિષ્ફળતા ગણાવી.