અમિત શાહને મળ્યા બાદ દેવેગૌડાની JDS પાર્ટી NDAમાં જોડાઈ, નડ્ડાએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-09-22 22:52:06

કર્ણાટકના પૂર્વ CM અને JDS નેતા એચડી કુમારસ્વામી આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં પણ ઔપચારિક રીતે જોડાયા છે. આ બેઠક દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગોવાના સીએમ પ્રમોદ સાવંત પણ હાજર હતા. જેડીએસ એનડીએમાં વિલીન થયા બાદ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું કે મને ખુશી છે કે જેડી(એસ) એ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)નો ભાગ બનવાનો નિર્ણય કર્યો છે. અમે એનડીએમાં તેમનું દિલથી સ્વાગત કરીએ છીએ. આનાથી NDA અને PM મોદીના ન્યૂ ઈન્ડિયા, સ્ટ્રોંગ ઈન્ડિયાના વિઝનને વધુ મજબૂતી મળશે.


કર્ણાટકમાં થશે સીટોની વહેંચણી


દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા બાદ કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે આજે અમે ઔપચારિક રીતે ભાજપ સાથે હાથ મિલાવવાની ચર્ચા કરી હતી. અમે પ્રારંભિક મુદ્દાઓ પર ઔપચારિક રીતે ચર્ચા કરી છે. અમારી કોઈ માંગણી નથી. તે જ સમયે, ગોવાના સીએમ પ્રમોદ સાવંતનું કહેવું છે કે એનડીએને મજબૂત કરવા માટે, જેડીએસ આજે ઔપચારિક રીતે એનડીએ ગઠબંધનમાં જોડાઈ છે અને આ માટે હું તેમને અભિનંદન આપું છું. સંસદીય બોર્ડ અને જેડીએસ બેઠકોની વહેંચણી પર નિર્ણય લેશે.


NDAમાં જોડાતા કોને ફાયદો થશે?


હવે ભાજપ માટે આ ઘણાં મોટા સમાચાર છે. હકિકતમાં જેડીએસ કર્ણાટકમાં એક મજબૂત પાર્ટી છે, દક્ષિણના વિસ્તારોમાં તો તેમની મજબૂત પકડ છે. આ ઉપરાંત વોકલિંગ સમુદાયમાં પૂર્વ PM દેવગૌડાના કારણે પાર્ટીની સારી એવી લોકપ્રિયતા છે. એવામાં ચૂંટણી મૌસમમાં જ્યારે ભાજપને જેડીએસનો સાથે મળી રહ્યો છે, તો તેની અસર જમીન પર જોવા મળશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો રકાસ થયો હતો, ત્યારે હવે JDS સાથે આવતા પાર્ટીની મુશ્કેલીઓ થોડી આસાન બની શકે છે. ઉલ્લેખનિય છે કે ગત ચૂંટણીમાં JDSનું પ્રદર્શન કેવું હતુંકર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કિંગમેકરનું સપનું જોતી JDSને માત્ર 19 સીટ જ મળી હતી, ત્યારે તેમણો વોટ શેર પણ 13 ટકાની આસપાસ રહ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસે પ્રચંડ બહુમતી મેળવતા 135 સીટ જીતી હતી. જ્યારે ભાજપનો આંકડ 66 પર જ સમેટાઈ ગયો હતો. આ પરિણામ બાદ ભાજપ દક્ષિણમાં ખાસ કરીને કર્ણાટકમાં એક વિશ્વાસુ સહયોગી શોધી રહ્યું હતું, જે કાર્ય અંતે આજે પૂર્ણ થયું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?