ગોંડલથી NCP નેતા રેશ્મા પટેલ લડશે ચૂંટણી, આજે ભરશે ઉમેદવારી ફોર્મ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-11 17:33:36

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા નામોની ઘોષણા કરી દેવામાં આવી છે ત્યારે NCP નેતા રેશ્મા પટેલ આજે ઉમેદવારી ફોર્મ ફરવાના છે. NCPના મહિલા નેતા રેશ્મા પટેલ ગોંડલ વિધાનસભાથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. 


રેશ્મા પટેલ ગોંડલથી નોંધાવશે ઉમેદવારી 

રેશ્મા પટેલ જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ભાજપે ગીતાબા જાડેજાને અને કોંગ્રેસે યતીશ દેસાઈને પસંદ કર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીથી નિમીષા ખૂંટ ચૂંટણી લડવાના છે. ગોંડલ બેઠક પરથી કોને ચૂંટણી મેદાનમાં ઉતારવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. NCPએ રેશ્મા પટેલ પર વિશ્વાસ રાખી તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે ગોંડલમાં ત્રણ મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. બપોરના 2.15 વાગ્યે તેવો ઉમેદવારી ફોર્મ ભરવાના છે.                




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...