22 જાન્યુઆરીએ ભગવાન રામના પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિને બિરાજમાન કરવામાં આવશે. આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. જેમ જેમ આ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે. જેમ જેમ તારીખ નજીક આવે છે તેમ તેમ આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે, આ મુદ્દે અલગ અલગ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે ભગવાન રામને લઈ એનસીપી-શરદ પવાર જૂથના નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે ભગવાન રામ શાકાહારી ન હતા, તેઓ માંસાહારી હતા.
ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડેના વિવાદીત નિવેદન પર ગરમાયું રાજકારણ #jitendraawhad #ram #vag #nonvagefood #shriram #ayodhya #viral #congress #mla #marathi #thane #pune #jamawat #jamawatupdate pic.twitter.com/XtoBcL6krR
— Jamawat (@Jamawat3) January 4, 2024
એનસીપી નેતાએ ભગવાન રામને લઈ આપ્યું નિવેદન
ભગવાન રામને લઈ તેમજ રામ મંદિરને લઈ અનેક નેતાઓના નિવેદનો સામે આવતા રહે છે. જેમ જેમ પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજનીતિ પણ તેજ બની રહી છે. અનેક નેતાઓના નિવેદનો ભગવાન રામ માટે આવ્યા છે જેને લઈ વિવાદ છેડાઈ શકે છે. આ બધા વચ્ચે એનસીપી નેતા જિતેન્દ્ર આહ્વાદે નિવેદન આપ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે ભગવાન રામ શાકાહારી ન હતા, તેઓ માંસાહારી હતા. તેમણે કહ્યું કે ભગવાન રામ ભોજન માટે શિકાર કરતા હતા.
નિવેદન આપવા પાછળનો તર્ક પણ નેતાએ સમાજાવ્યો!
મીડિયા રિપોર્ટ અનુસાર જીતેન્દ્ર આવ્હાડે કહ્યું છે કે રામ અમારા છે, બહુજનના છે. તેઓ શિકાર કરીને ખાતા હતા. તેણે વધુમાં કહ્યું કે તમે ઈચ્છો છો કે અમે શાકાહારી બનીએ. પણ અમે રામને અમારા આદર્શ માનીએ છીએ અને મટન ખાઈએ છીએ. આ રામનો આદર્શ છે. પોતાના નિવેદનનો તર્ક આપતા કહ્યું કે '14 વર્ષ સુધી જંગલમાં રહેનાર વ્યક્તિને શાકાહારી કેવી રીતે મનાય?' NCP નેતાએ કહ્યું, 'હું હંમેશા સાચું બોલું છું.'
મહાત્મા ગાંધી માટે પણ નેતાએ કહ્યું કે
નેતાએ ન માત્ર ભગવાન રામ માટે વિવાદીત નિવેદન આપ્યું પરંતુ મહાત્મા ગાંધી માટે પણ તેમણે નિવેદન આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યા માટે જાતિવાદને કારણ ગણાવ્યું છે. આવ્હાડે કહ્યું કે મહાત્મા ગાંધી ઓબીસી હતા અને આ લોકો એ સહન કરી શકતા નથી કે તેઓ આટલા મોટા નેતા બની ગયા.