ઈતિહાસના પુસ્તકમાંથી મુઘલ દરબારનું પ્રકરણ કેમ હટાવવામાં આવ્યું? NCERTના ડાયરેક્ટરે કર્યો આ ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-04-05 19:28:28

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ 12મા ધોરણના ઈતિહાસ સહિત ઘણા વિષયોના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરતા મુઘલ શાસન કાળના કેટલાક પ્રકરણો દૂર કર્યા છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે રાજકીય હુમલાઓ વચ્ચે NCERTના ડાયરેક્ટર પ્રો. દિનેશ પ્રસાદ સકલાણીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોવિડ રોગચાળા પછી દરેક વિષયમાં નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવી હતી જેથી કરીને બાળકો પર અભ્યાસક્રમનો બોજ ઓછો કરી શકાય.


એક્સપર્ટ કમિટીએ કર્યું હતું સુચન


નિષ્ણાત સમિતિએ દરેક વિષયની સામગ્રી જોઈ અને તે પછી નક્કી કરવામાં આવ્યું કે કયા-કયા પ્રકરણો દૂર કરવામાં આવે. તેમણે કહ્યું કે આ બધું શૈક્ષણિક પ્રક્રિયાના ભાગરૂપે થયું છે. NCERT તરફથી કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે માત્ર મુગલ ઈતિહાસની જ કેમ વાત કરવામાં આવે છે, પણ તેવું નથી ગણિત, વિજ્ઞાન, ભૂગોળ સહિતના તમામ વિષયોમાં કન્ટેન્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 


મુઘલ ઇતિહાસ કેમ હટાવ્યો?


NCERTના પુસ્તરોમાંથી મુઘલ ઇતિહાસ હટાવવાનું કારણ આપતા NCERTના ડાયરેક્ટરે જણાવ્યું કે નિષ્ણાતોની સમિતિએ એવા વિષયો દૂર કર્યા છે જે બાળકોએ અગાઉ ક્યાંક અભ્યાસ કર્યો હોય. અભ્યાસ સામગ્રી પુનરાવર્તિત થઈ રહી હતી અને આ પણ એક સામાન્ય પ્રક્રિયા છે. આ વખતે કોરોનાને કારણે આ પ્રક્રિયા હેઠળ કન્ટેન્ટનો બોજ ઓછો કરવો જરૂરી હતો અને તેના આધારે તે કરવામાં આવ્યું છે. જે બાબત વિદ્યાર્થીઓને એક વર્ગમાં ભણાવવામાં આવ્યું હોય તો તે જ બીજા વર્ગમાં ભણાવવામાં આવે તેનો કોઈ મતલબ નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?