NCB-નેવીનું સંયુક્ત ઓપરેશન: ઈરાનની બોટમાંથી 200 કિલો હેરોઈન જપ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:49:49

ભારતીય નૌસેના  (Indian Navy) અને નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો(NCB)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કેરળના કોચીમાંથી 200 કિલો હેરોઈન જપ્ત કરી છે. NCB અને નેવીએ આ મોટું સંયુક્ત ઓપરેશન કોચી નજીક દરિયામાં હાથ ધર્યું હતું. નૌસેનાએ ઈરાનથી જંગી માત્રામાં ડ્રગ્સ લઈને જતી બોટને અટકાવી હતી. તપાસ કરતા બોટમાંથી કરોડની કિંમતનો 200 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે.


ડ્રગ્સથી ભરેલી બોટ ઇરાનથી રવાના થઇ હતી તે સમયે ચાર લોકો સવાર હતા જે બાદ પાકિસ્તાનથી વધુ 2 લોકો સવાર થયા હતા. નૌસેના અને NCBએ આટલી મોટી કિંમતમાં નશીલા પદાર્થો સાથે 6 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરવામાં આવેલા બધા જ સંદિગ્ધને કોચી નજીકના સમુદ્રી તટ પર લાવવામાં આવ્યા હતા.


મુંબઈમાંથી પણ 80 કરોડનું હેરોઈન જપ્ત


બીજી તરફ આજે બુધવારે મહારાષ્ટ્રના પાટનગર મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી DRIએ 80 કરોડથી વધુની કિંમતનું 16 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે એક મુસાફરને રોકવામાં આવ્યો હતો અને તેના સામાનની તપાસ કરતા તેની પાસેથી આ પ્રતિબંધિત નશીલો પદાર્થ મળી આવ્યો હતો.


ડીઆરઆઈ અધિકારીઓએ જણાવ્યું કે હેરોઈનને એક ટ્રોલી બેગમાં છુપાવવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું કે કેરળ નિવાસી સામે NDPSની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...