ભારતીય નૌસેનાએ ઈરાનથી અને પાકિસ્તાનથી આવતી બે બૉટ ઝડપી પાડી હતી. આ બોટમાં તપાસ કરતા નૌસેનાને 1 હજાર કરોડ રૂપિયાનું 200 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. ભારતીય નેવીએ ડ્રગ્સના જથ્થાને કબજે કર્યું હતું.
નૌસેનાએ બૉટ પરથી 6 લોકોને પકડી પાડ્યા
નૌસેનાએ ભારતીય સમુદ્રી સીમા વિસ્તારમાંથી આજે એક બોટ ઝડપી પાડી હતી. ઈરાનથી આવેલી આ બોટમાં સંદિગ્ધ કામગીરીનો અંદાજ આવતા ભારતીય નૌસેનાએ બૉટમાં તપાસ કરી હતી. બોટમાંથી 200 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ હોય તેવું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત બની રહ્યું છે વિદેશથી આવતા ડ્રગ્સનું પ્રવેશદ્વાર
ગુજરાત વિદેશથી આવતા ડ્રગ્સનું પ્રવેશદ્વાર બનતું જાયે છે તેવું લાગી રહ્યું છે. અગાઉ મુંબઈ અને દક્ષિણ ભારતના સમુદ્રી વિસ્તારમાં ડ્રગ્સ પકડાવાના સમાચાર મળતા હતા. પરંતુ હમણા ઘણા સમયથી ગુજરાતના બંદરોથી અને સમુદ્ર વિસ્તારમાંથી ડ્રગ્સ મળવના સમાચારોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત પોલીસ સહિત ભારતીય નૌસેના પણ ડ્રગ્સ ઝડપવાની કામગીરી બખૂબી કરી રહી છે તેવામાં વધુ એક ખેપ નૌસેનાએ ઝડપી પાડી છે.