નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિકુમાર આજથી 9 નવેમ્બર સુધી જાપાનની યાત્રા પર છે, જ્યાં તેઓ યોકોસુકામાં આવતીકાલે જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સની આંતરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂનું નિરીક્ષણ કરશે. આ આયોજન જાપાનની 70મી વર્ષગાંઠ પર આયોજીત કરવામાં આવ્યું છે.
જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે એડમિરલ આર હરિકુમાર
IFR અને WPNS દરમિયાન ભારત અને ભારતીય નૌસેનાનું પ્રતિનિધિત્વ કરવા સિવાય તેઓ ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના સંયુક્ત અભ્યાસના ઉદ્ઘાટનમાં પણ ઉપસ્થિત રહેશે. માલાબાર અભ્યાસની આ ત્રીસમી વર્ષગાંઠ છે. એડમિરલ આર હરિકુમાર 30 દેશોના અન્ય પ્રમુખો સાથે પણ વાતચીત કરશે. નૌસેના પ્રમુખની જાપાન યાત્રામાં એડમિરલ આર હરિકુમાર ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય રક્ષા સંબંધો સાથે-સાથે બહુપક્ષીય બેઠકોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.