ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોતાની માગ સાથે એટલે કે શિક્ષકોની કાયમી ભરતી થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો તેમણે પ્રયત્નો કર્યા પરંતુ તેમની માગ સ્વીકારવામાં આવી નહીં. મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, સાધુ સંતોને પત્ર લખી રજૂઆત કરી તો પણ તેમની માગ સ્વીકારાઈ ન હતી. ભગવાનના શરણે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા હતા. ત્યારે ઉમેદવારોને કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મળી રહ્યો છે. ગાંધીનગરમાં વિરોધ કરતા જ્ઞાનસહાયકના ઉમેદવારો આજે ગુજરાતના નવસારી પહોંચ્યા છે. તેમની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત છે. અનંત પટેલ દ્વારા પહેલા વાંસદા અને ચીખલી બાદ આજે નવસારીમાં આ રેલી કાઢવામાં આવી, રેલી નવસારીના સર્કિટ હાઉસથી નવસારી કલેકટર કચેરી પહોંચી હતી.
અનંત પટેલે ઉમેદવારોના સમર્થનમાં કાઢી રેલી
બાળકના જીવનમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. ઘર જેટલો સમય બાળક સ્કૂલમાં વિતાવતો હોય છે. આપણે ત્યાં ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ભાવિ શિક્ષકો એટલે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરી જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અનેક વખત સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા ઉમેદવારોએ પ્રયત્ન કર્યો છે પરંતુ તેમની માગ સ્વીકારાઈ નથી. ત્યારે હવે આ વિરોધ નવસારી પહોંચ્યો છે. ગાંધીનગરમાં વિરોધ કરતા જ્ઞાનસહાયકના ઉમેદવારો આજે ગુજરાતના નવસારી પહોંચ્યા છે. અનેક વખત ધારાસભ્યોએ જ્ઞાનસહાયકને રદ્દ કરવા માટે રજૂઆત કરી હતી. અલગ અલગ રાજકીય પાર્ટીના ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા ત્યારે આજે ઉમેદવારોના સમર્થનમાં વાંસદાના ધારાસભ્યએ રેલી કાઢી હતી. અનંત પટેલ દ્વારા પહેલા વાંસદા અને ચીખલી બાદ આજે નવસારીમાં આ રેલી કાઢવામાં આવી, નવસારીના સર્કિટ હાઉસથી શરૂ થયેલી રેલી નવસારી કલેકટર કચેરી પહોંચી હતી.