Navsari : ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નૈષદ દેસાઈએ મતદારોને કરી વોટ સાથે નોટ આપવાની અપીલ? આની પહેલા આ ઉમેદવારો કરી ચૂક્યા છે આવી અપીલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 10:16:36

કોંગ્રેસના અનેક ઉમેદવારોએ મતદાતાઓને યથાશક્તિ પૈસા આપવાની અપીલ કરી છે એ પછી ગેનીબેન ઠાકોર, લલિત વસોયા હોય કે પછી રામજી ઠાકોર... અનેક ઉમેદવારોએ વોટની સાથે નોટ આપવાની અપીલ કરી ત્યારે હવે આ લિસ્ટમાં નવસારી બેઠકના ઈન્ડિયા ગઠબંધનમાં ઉમેદવાર નૈષદ દેસાઈ પણ જોડાઈ ગયા છે... તેમણે પણ મતદાતાઓને યથાશક્તિ પૈસા આપી તેમને ચૂંટણી લડવામાં સહયોગ કરવા વિનંતી કરી છે... મળતી માહિતી અનુસાર નૈષદ દેસાઈ દ્વારા પણ ક્યુઆર કોડ તેમજ બેન્ક ડિટેલ આપવામાં આવી છે. એક વીડિયો તેમના દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે ભાજપ પર પ્રહાર પણ કર્યા છે...      

ઉમેદવારો કરી રહ્યા છે વોટ સાથે નોટની અપીલ 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે.. કોંગ્રેસનું બેન્ક અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે... બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થતા ઉમેદવારોને ચૂંટણી લડવામાં મુશ્કેલી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.... ગુજરાતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે પૈસા આપવાની અપીલ મતદાતાઓને કરી છે.... કોંગ્રેસના ઉમેદવારો દ્વારા બેન્ક ડિટેલ શેર કરવામાં આવી રહી  છે તેમજ ક્યુઆર કોડ પણ શેર કરવામાં આવે છે...


નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈએ બેન્ક ડિટેલ કરી શેર 

ગેનીબેન ઠાકોર, લલિત વસોયા, રામજી ઠાકોર દ્વારા  મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે વોટ સાથે નોટ પણ આપવામાં આવે.... આ બધા વચ્ચે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈ દ્વારા પણ બેંક ડિટેલ શેર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે....મહત્વનું છે કે નવસારી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફ સી.આર.પાટીલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષદ દેસાઈને ટિકીટ આપવામાં આવી છે.... 


લલિત વસોયાએ શેર કર્યો હતો આ પ્રકારની અપીલ કરતો વીડિયો 

થોડા સમય પહેલા પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા દ્વારા આવી માગ કરવામાં આવી હતી તે પહેલા બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી.  નૈષદ દેસાઈ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે... વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ચૂંટણીને ભાજપે ખૂબ ખર્ચાળ બનાવી દીધું છે. માટે નાછુટકે તમને નમ્ર પ્રાર્થના કરવાની ફરજ પડી છે.. 


કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન 

મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભા બેઠકો માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે... ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.... ત્યારે ગુજરાતમાં કેટલી બેઠકો કોને ફાળે જાય છે તે તો પરિણામના દિવસે ખબર પડશે....          



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...