નવસારી APMC માર્કેટમાં કેરીનું આગમન, માવઠાના કારણે કેરીની આવક ઘટી


  • Published By :
  • Published Date : 2023-04-14 18:21:46

નવસારીની કેરીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ગીરની કેસર કેરી બાદ હવે નવસારીના APMC માર્કેટમાં કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હોવાથી ખેડૂતોએ કેરીનો પાક વહેલો ઉતારવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણે આ વર્ષે કેરીનું માર્કેટમાં આગમન ગયા વર્ષ કરતા 15થી 20 દિવસ વહેલું થયું છે. માર્કેટમાં કેરીની આવક ઓછી હોવાથી કેરીના ભાવમાં પણ વધારો થવાની આશંકા છે.


માવઠાએ મજા બગાડી


નવસારી જિલ્લામાં આ વર્ષે માવઠાના કારણે કેરીના પાક પર માઠી અસર થઈ છે. શરૂઆતમાં કેરીના પાક માટે અનુકૂળ વાતાવરણ રહ્યું હતું. જેથી આંબા પર સારી એવી મંજરી આવી હતી. ત્યારબાદ કેરી આવવાની શરૂઆત થઇ હતી. પરંતુ ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે જ કમોસમી વરસાદ પણ પડતા કેરીના પાક બગડવાનું શરૂ થયો હતો. ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવશે તેવી ભીતિ સતત સતાવી રહી છે.


નવસારીની કેરીનો ભાવ શું છે?


કેરીના વ્યાપારીઓના જણાવ્યા પ્રમાણે 1 એપ્રિલના રોજ જે કેરી આવી હતી, તેના ભાવ 2700ની આસપાસ હતા. જેનું કારણ કેરીની આવક ઓછી હતી. પરંતુ હવે 25થી 30 ટન જેટલી કેરીની આવક છે. તેની સામે કેસરના ભાવ 1800થી 2200 રૂપિયા, લંગડાના 1800 અને રાજાપૂરી 500ની આજુબાજુ અને દશેરી કેરીનો ભાવ 1500ની આજુબાજુ રહ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?