આદ્યશક્તિનાં આરાધનાના પર્વ નવરાત્રીનો આગામી તા. 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. કોરોનાકાળમાં બે વર્ષ સુધી નવરાત્રીની ઉજવણી બંધ રહી હોવાથી ખેલૈયાઓ નિરાશ હતા. જો કે આ વર્ષે રોગચાળા કે અન્ય કોઈ પ્રકારની ચિંતા ન હોવાથી રાસ-ગરબાના શોખિન ખૈલૈયાઓ નવરાત્રીમાં મનમૂકીને રમવા માંગે છે. રાજ્ય સરકાર પણ ખેલૈયાઓની મરજી જાણતી હોય તેમ નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી છે.
ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. pic.twitter.com/NVSjNWjQ7k
— Harsh Sanghavi (@sanghaviharsh) September 22, 2022
હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી જાણકારી
ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. pic.twitter.com/NVSjNWjQ7k
— Harsh Sanghavi (@sanghaviharsh) September 22, 2022નવરાત્રીના 9 દિવસ માટે લાઉડ સ્પીકર વગાડવાની છૂટછાટ આપવામાં આવી છે. નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ અને આસ્થા સાથે 9 દિવસ સુધી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. નવરાત્રીની આતુરતાથી રાહ જોઈ રહેલા અને તેની ધામધૂમથી ઉજવણી કરવા ઉત્સુક ખેલૈયાઓ માટે આં ખુશીના સમાચાર છે. ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ લાઉડ સ્પીકર માટે રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપતા હવે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી અસમંજસ
અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ રાજકોટ શહેરમાં નવરાત્રી દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પિકર ચાલુ રાખી શકાશે. રાજકોટ પોલીસ કમિશનરના આ પરિપત્રથી રાજકોટમાં ખેલૈયાઓ અને આયોજકોમાં નારાજગી ઉભી થઇ હતી જે બાદ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર ગરબે રમી શકાશે. ત્યારે આજે હવે રાજ્યના ગૃહમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, નવરાત્રિમાં હવે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.