26 સપ્ટેમ્બરથી આસો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન નવ દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે. માં કુષ્માન્ડાની પૂજા ચોથા નોરતે કરવામાં આવે છે. પાંચમા દિવસે સ્કંદમાતાની, છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની ઉપાસના કરવામાં આવે છે. કાલરાત્રીની ઉપાસના સાતમા દિવસે તેમજ મહાગૌરીની ઉપાસના આઠમના દિવસે કરવામાં આવે છે. સિદ્ધિદાત્રીની ઉપાસના નવમાં નોરતે કરવામાં આવે છે.
મુખ્ય ત્રણ દેવીઓની કરવામાં આવે છે ઉપાસના
નવરાત્રી દરમિયાન આદ્યશક્તિની ઉપાસના કરવામાં આવે છે. ભક્તો પોતાના ઘરે માતાજીની પધરામણી કરાવે છે. પોતાના ઘરમાં માતાજીની ભક્તિભાવ સાથે ભક્તો આરાધના કરે છે. નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસોમાં માં મહાકાળીની ઉપાસના કરવામાં આવે છે. ચોથથી છઠ્ઠ સુધી માં મહાલક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે જ્યારે છેલ્લા 3 દિવસોમાં મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
દિવસ પ્રમાણે કલરનું મહત્વ
પહેલા દિવસે સફેદ રંગનું મહત્વ હોય છે. બીજા દિવસે લાલ રંગનું મહત્વ હોય છે. ત્રીજા દિવસે વાદળી રંગનું મહત્વ હોય છે. ચોથા દિવસે પીળો કલર પહેરવાથી માં પ્રસન્ન થાય છે. પાંચમા દિવસે લીલો રંગ પહેરવામાં આવે છે. છઠ્ઠા દિવસે ભૂરા રંગનો વિશેષ મહત્વ રહેલું છે. સાતમા દિવસે નારંગી, આઠમા દિવસે લીલા રંગનું તેમજ નવમાં દિવસે ગુલાબી રંગનું મહત્વ રહેલું છે.
ઘટ સ્થાપના કરવાના મૂહુર્ત
નવરાત્રી દરમિયાન માતાજી સ્થાપનાની સાથે સાથે ઘટ સ્થાપના પણ કરવામાં આવે છે. ઘટ સ્થાપનાના મૂહુર્ત આ પ્રમાણે છે - સવારે 6થી 7.30 પછી 9 થી 10.30 કલાક સુધી છે. બપોરના સમયે 1.30થી 6.00 વાગ્યા સુધીના મૂહુર્ત છે. આ વખતે કોઈ પણ તિથિનો ક્ષય નથી જેથી આ વખતે પૂરા નવ દિવસ નવરાત્રીનો ઉત્સવ રહેવાનો છે.