પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ હાલ પંજાબની પટિયાલા જેલમાં બંધ છે. રવિવારે બપોરના સમયે સિદ્ધુનું બ્લડ પ્રેસર ખુબ ડાઉન થઈ જતા તે બેભાન થઈ નીચે પડી ગયા હતા. તબિયત બગડતા તેમને જેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ત્યાં પણ તબિયતમાં સુધારો ન થતા વધુ સારવાર માટે તેમને રાજિંદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેલ બેરેકની બહાર ઉભેલા ગાર્ડે તેમણે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
જીવનું જોખમ હોવાની કોર્ટમાં આશંકા વ્યક્ત કરી હતી
લુધિયાણામાં હાજર થવાને લઈને નવજોતસિંહ સિદ્ધૂએ કોર્ટમાં એપ્લીકેશન દાખલ કરીને વીડિયો કોન્ફરન્સિંગથી ઉપસ્થિત થવાની માગ કરી છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું કે સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડની ઘટનાઓ તેમજ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓને લઈને તેમના જીવને પણ ખતરો છે. વિરોધીઓ તેમને નુકસાન પહોંચાડવા માટે કંઈ પણ કરી શકે છે, એવામાં તેમણે વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં રજૂ કરવામાં આવે. જેલ સુપ્રિન્ટેન્ડન્ટે તેની પુષ્ટિ કરતા કહ્યું કે સિદ્ધૂ બેભાન થઈ ગયા હતા, તેમને સારવાર આપવામાં આવી હતી. હાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમને હાજર કરવા અંગે જેલને કોઈ નિર્દેશ મળ્યા નથી.