મેરિયન બાયોટેકના કફ સિરપનું ઉત્પાદન બંધ, કંપની સામે કાર્યવાહીની સ્વાસ્થ્ય મંત્રીએ આપી ખાતરી


  • Published By :
  • Published Date : 2022-12-30 18:46:48

ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફ સિરપના પ્રયોગથી બાળકોના મોતને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. ઉઝબેકિસ્તાનની સરકારે નોઈડાની મેરિયન બાયોટેક કંપની દ્વારા નિર્મિત ઉધરસની દવા " ડોક-1 મેક્સ"ના પ્રયોગથી 18 બાળકોના મોતનો આરોપ લગાવ્યો છે. આ કફ સિરપ પર સવાલ ઉઠાવવાને લઈને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે નોઈડામાં આ સિરપ બનાવનારી કંપની મેરિયન બાયોટેકની તમામ મેન્યુફેક્ચરિંગ પ્રવૃતિઓ પ્રતિબંધિત કરવામાં આવી છે.

તપાસ રિપોર્ટ બાદ થશે કાર્યવાહી


મનસુખ માંડવિયાએ કહ્યું કે સરકારની સમગ્ર મામલા પર નજર છે, કંપનીની તપાસ ચાલી રહી છે. રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ અને ઉત્તર પ્રદેશના ઔષધી વિભાગની એક ટીમે ગુરૂવારે નોઈડામાં Marion Biotech કંપનીમાં તપાસ શરૂ કરી હતી. મનસુખ માંડવિયાએ કહ્યું વધુ માહિતી આપતા કહ્યું કે કફ સિરપ  સાથે સંકળાયેલા આરોપોની સુચના મળ્યા બાદ તરત જ સીડીએસસીઓ અને ઉત્તર પ્રદેશ ડ્ર્ગ કન્ટ્રોલની એક-એક ટીમે મેરિયન બાયોટેકના નોઈડા પ્લાન્ટનું સંયુક્ત નિરિક્ષણ કર્યું. અત્રે ઉલ્લેખનિય છે કે આ કંપનીમાં આ દવા બનાવવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કંપની સામે કડક કાર્યવાહીની પણ ખાતરી આપી હતી.


મેરિયન બાયોટેક કંપનીએ આરોપો ફગાવ્યા


કંપની પર ઉભા થયેલા પ્રશ્નો વચ્ચે, મેરિયન બાયોટેકની કાનૂની બાબતોનું ધ્યાન રાખનારા હસન હેરિસે 29 ડિસેમ્બરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં અમારી તરફથી કોઈ સમસ્યા નથી. હાલમાં બંને દેશોની સરકારો આ મામલે તપાસ કરી રહી છે. અમારી તપાસમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. હેરિસે કહ્યું, "સરકાર આ મામલાની તપાસ કરી રહી છે, તપાસ રિપોર્ટ આવ્યા બાદ અમે તેની તપાસ કરીશું."



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.