એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની કરોડો રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે. ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત રૂ. 751.9 કરોડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. મની લોન્ડરિંગ સાથે સંબંધીત કેસમાં કોંગ્રેસ સાથે જોડાયેલા યંગ ઈન્ડિયા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કંપનીમાં સોનિયા-રાહુલની 76% ભાગીદારી છે.
National Herald case: ED says it has attached assets worth Rs 751.9 cr in money laundering probe against Congress-linked AJL, Young Indian
— Press Trust of India (@PTI_News) November 21, 2023
યંગ ઈન્ડિયાની ઓફિસ સીલ કરી હતી
National Herald case: ED says it has attached assets worth Rs 751.9 cr in money laundering probe against Congress-linked AJL, Young Indian
— Press Trust of India (@PTI_News) November 21, 2023આ કેસમાં EDએ 3 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા કંપનીની ઓફિસને સીલ કરી દીધી હતી. 2 અને 3 ઓગસ્ટના રોજ EDની ટીમે દિલ્હી, મુંબઈ અને કોલકાતા સહિત નેશનલ હેરાલ્ડના 16 સ્થળોએ સવારથી મોડી સાંજ સુધી દરોડા પાડ્યા હતા. સોનિયા અને રાહુલની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
સોનિયા અને રાહુલ ગાંધીની કરી હતી પૂછપરછ
ઉલ્લેખનિય છે કે એજન્સી આ મામલે સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કહ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિઓમાં એજીએલની દિલ્હી, મુંબઈ અને લખનૌ સહિત ઘણી જગ્યાએ મિલકતો છે. તેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. EDએ કહ્યું કે યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ રૂપિયા છે.