નસવાડી : આ દ્રશ્યો જોઈ તમે કહેશો ગામ બદલાય છે પરિસ્થિતિ નથી બદલાતી! મહિલાને પ્રસુતિના સમયે આ રીતે લઈ જવા લોકો મજબૂર, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-05 11:51:36

વિકસીત ગુજરાત આ શબ્દ આપણે અનેક વખત સાંભળતા હોઈએ છીએ..  પરંતુ આ શબ્દ જ્યારે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો સાંભળતા હશે ત્યારે તેમને સવાલ થતો હશે કે આ વિકાસ એટલું શું? આવો સવાલ તેમના દિમાગમાં થવો એટલા માટે પણ કદાચ સ્વાભાવિક છે કારણ કે અંતરિયાળ વિસ્તારની પરિસ્થિતિ હજી નથી બદલાઈ... અનેક વીડિયો આપણી સામે છે જેમાં હોસ્પિટલ ખસેડવા માટે ઝોળીનો સહારો લેવો પડતો હોય છે.. અનેક વખત આવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે ત્યારે નસવાડીથી પણ આવો વીડિયો સામે આવ્યો છે જેમાં દર્દીને ઝોળીના સહારે લઈ જવામાં આવે છે. 

ગામડાઓ બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી!

અમે અનેક વખત અંતરિયાળ વિસ્તારની પરિસ્થિતિ બતાવતા હોઈએ છીએ જેમાં રસ્તો સારો ન હોવાને કારણે હોસ્પિટલ લઈ જવામાં અગવડ પડે છે... એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી જેને કારણે ઝોળીમાં દર્દીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા પડે છે...  જીવ બચાવવા માટે દર્દીના જીવને જોખમમાં મૂકવો પડે છે અનેક વખત! ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તાર એવા  છે જ્યાંની પરિસ્થિતિ આવી જ છે, માત્ર ગામ બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી જ રહે છે... જો અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને વિકાસ શું છે તેવું પૂછવામાં આવે તો તેમને પ્રશ્ન થાય કે વિકાસ શું હોય? વિકાસની ખબર એટલા માટે નથી થતી કારણ કે વિકાસ તેમની સુધી આટલા સમય બાદ પણ નથી પહોંચ્યો.       

 

જીવના જોખમે દર્દીને ખસેડાયા એમ્બ્યુલન્સ સુધી  

વિકાસ એ શું હોય? આ ગામના લોકોને વિકાસ એ શું એ ખબર નથી કારણકે ત્યાં વિકાસ પહોંચ્યો નથી અને આવા તો ગુજરાતમાં અનેક ગામડાઓ છે. જે વીડિયો સામે આવ્યો છે તે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુંડા ગામનો છે. મળતી માહિતી અનુસાર ફળિયાની સગર્ભા અર્મિલાબેનને પ્રસૂતિનો દુખાવો ઉપડતાં તેમને ગામના કાચા રસ્તે ઝોળી કરીને લઈ જવા પડ્યા કારણકે  108 આવી શકે તેવા રસ્તા જ ન હતા... ઝોળી બનાવી અંદર સૂવડાવી ઉંચકીને નિશાના ગામ સુધી લઇ જવા પડ્યા ત્યાં સગર્ભાએ રાત્રે બાળકને જન્મ આપ્યો હતો. સવારમાં બાળકને ગુમડા જેવું હોઇ નસવાડી બતાવવા લાવ્યા હતા. પછી ખિલખિલાટ વાન મહિલાને નિશાના ગામ સુધી મુકવા આવી હતી. ત્યાંથી ફરી માતા બાળક ને પરિવારજનો બાઈક પર ઘરે લાવ્યા હતા. 


આવા દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય કે... 

મહત્વનું છે કે આમ આઝાદીના વર્ષો વીત્યા બાદ પણ હજુ જો અહિયાં રસ્તા નથી પહોંચ્યા તો આપણે કયા વિકાસની વાતો કરી રહ્યા છીએ? ગુજરાતને આપણે વિકસીત રાજ્ય માનીએ છીએ, દેશ વિદેશોમાં ડંકો પણ વગાડીએ છીએ પરંતુ જ્યારે આવા વીડિયો સામે આવે છે ત્યારે વિચાર આવે કે શું સાચે આખા ગુજરાતમાં વિકાસ થઈ ગયો છે..? ગુજરાતમાં વિકાસ થયો છે તેની ના નથી પરંતુ જ્યારે આવા વીડિયો સામે આવે છે ત્યારે વિકાસની કરવામાં આવતી વાતો, જાહેરાત પર અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો મનમાં પ્રશ્ન કરતા હશે કે શું આવા અંતરિયાળ વિસ્તાર ગુજરાતમાં નથી આવતા?   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?