બોલિવુડના દિગ્ગજ કલાકાર નસીરૂદ્દીન શાહ તેમના વિચારો નિર્ભિક રીતે રજુ કરવા માટે જાણીતા છે. મુઘલો અંગે આપેલા તેમના એક નિવેદને દેશમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. શાહે કહ્યું કે મુઘલોનું અપમાન ન કરવું જોઈએ.
મુઘલો અંગે કરી આ વાત
નસિરૂદ્દીન શાહને જ્યારે પુછવામાં આવ્યું કે આજે જ્યારે એ માનવામાં આવી રહ્યું છે કે દેશની સાથે જે પણ ખરાબ થયું તે મુઘલોના સમયમાં જ થયું છે આ અંગે તમે શું કહેશો? આ સવાલનો જવાબ આપતા શાહે કહ્યું કે "તેમને આશ્ચર્ય થાય છે કારણ કે આ બાબત જ હાસ્યાસ્પદ છે. મારો કહેવાનો મતલબ છે, કે લોકો અકબર અને નાદિર શાહ કે બાબરના પરદાદા તૈમૂર જેવા આક્રમકો વચ્ચેનું અંતર જ સમજી શકતા નથી." આક્રમકો લૂંટના ઈરાદે આવ્યા હતા, મુઘલો અહીં લૂંટ કરવા નહીં પણ પોતાનું ઘર બનાવવા માટે આવ્યા હતા અને તેમણે તેવું જ કર્યું તેમના યોગદાનને કોણ નકારી શકશે?
શાહે વધુમાં કહ્યું કે એવું માની લેવું કે "મુઘલોમાં માત્ર ખરાબીઓ જ હતી તે બાબત દેશના ઈતિહાસ અંગેનું અજ્ઞાન દર્શાવે છે. તેવું બની શકે કે ઈતિહાસના પુસ્તકોમાં ભારતની સ્વદેશી સંસ્કૃતિની કિંમતે મુઘલોનું મહિમામંડન કરાયું હોય. પરંતું તેમના શાસનકાળને માત્ર વિનાશકારી સ્વરૂપે જ દર્શાવવો તે યોગ્ય નથી."
લાલ કિલ્લો અને તાજ મહેલ તોડી પાડો
નસિરૂદ્દીન શાહે કહ્યું કે તેમનું સામ્રાજ્ય જો આટલું જ ખરાબ હતું તો તેમના વિરોધ કરનારા લોકો મુઘલો દ્વારા બનાવવામાં આવેલા સ્મારકો ધ્વસ્ત કેમ નથી કરતા?, તાજ મહેલને તોડી પાડો, લાલ કિલ્લાને આપણે પવિત્ર કેમ માનીએ છિએ, જો કે તે પણ મોગલોએ બનાવ્યો હતો, તેને પણ તોડી પાડવો જોઈએ.