વ્યાસપીઠ પરથી કથાકાર રાજુગીરીબાપુએ કોળી-ઠાકોર સમાજને લઈ આપ્યું નિવેદન, વીડિયો વાયરલ, વિવાદ છેડાયા બાદ માગી માફી..! સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-21 11:51:07

શબ્દોને આપણે ત્યાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શબ્દ શણગારી પણ શકે છે અને સળગાવી પણ શકે છે તેવું આપણે અનેક વખત સાંભળીએ છીએ. એક નિવેદનને કારણે રાજકારણ કેવું ગરમાઈ શકે છે તેનું ઉદાહરણ આપણી સામે ચૂંટણી વખતે સામે આવ્યું. ત્યારે વધુ એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે.. કોળી- ઠાકોર સમાજને લઈ કથા દરમિયાન વ્યાસપીઠ પરથી રાજુગીરી બાપુએ આપ્યું છે. તેમણે કહ્યું કે એક આપણા સમાજની દીકરી ઠાકોર કોળીના સમાજનાં દીકરા સાથે લગ્ન કરી લીએ. ભય લાગે કલંક લાગે.... 

વ્યાસપીઠ પરથી આપ્યું વિવાદીત નિવેદન 

આપણે ત્યાં વ્યાસપીઠની પૂજા કરવામાં આવે છે.. કથા કરનારની પૂજા કરવામાં આવે છે.. વેદ વ્યાસ સમાન વક્તાને માન આપવામાં આવે છે.. સમાજમાં સારો સંદેશો જાય, આપણા ધર્મને જાણીએ, ઈશ્વરની લીલા વિશે આપણને જાણકારી મળે તે માટે કથાનું આયોજન કરવામાં આવે છે.. જ્યારે વક્તા વ્યાસપીઠ પર બેસે છે ત્યારે તેની જવાબદારી વધી જતી હોય છે.. પરંતુ અનેક વખત વ્યાસપીઠ પરથી વક્તા દ્વારા એવું નિવેદન આપી દેવામાં આવે છે જેને કારણે અનેક વખત લોકોની લાગણી દુભાઈ જતી હોય છે.. ત્યારે કોળી સમાજ અને ઠાકોર સમાજને લઈ કથાકાર રાજુગીરી બાપુએ નિવેદન આપ્યું જેને કારણે કોળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..



શું કહ્યું બાપુએ વ્યાસપીઠ પરથી? 

ઉના તાલુકાના સિમર ગામે શિવ પુરાણ કથા દરમિયાન તેમણે કહ્યું કે એક આપણા સમાજની દીકરી ઠાકોર કોળીના સમાજનાં દીકરા સાથે લગ્ન કરી લીએ. ભય લાગે કલંક લાગે.... સાધુ અને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છુઓ જરૂર કરી શકાય. પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન હારે લગન કરો એવા કુળની યુવતી હારે લગન કરો તમે થોડોક વિચાર કરજો. તમે જે કુળમાં જન્મ્યા છો તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી હારે લગન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય. 

અલ્પેશ ઠાકોરે આ મામલે આપી પ્રતિક્રિયા 

વીડિયો વાયરલ થયા બાદ કોળી ઠાકોર સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદ વધતા બાપુએ માફી પણ માગી. કથાકાર રાજુ બાપુએ જાહેરમાં રડતા રડતા માફી પણ માગી છે... આ વિવાદ બાદ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે આ કઇ પ્રકારના સાધુ છે. સાધુ સંસ્કાર આપે છે અને ધર્મનું જ્ઞાન આપે છે. આ શૈતાન પ્રકારનો સાધુ છે અને ક્ષત્રિય તથા કોળી સમાજના યુવાનો તેનું મોં કાળુ કરશે. આવા સાધુઓથી બચવું જરુરી છે. સાધુ સંસ્કાર આપે, આવી વાહિયાત વાતો ના કરે. જમાવટની ટીમે પણ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા જાણવા માટે ફોન કર્યો હતો.. 


 

આવા વિષ ચક્રમાંથી ક્યારે આવીશું બહાર? 

જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પ્રશ્ન થાય કે આપણે ક્યારે આવી માનસિક્તાથી બહાર આવીશું? આ એક વિષ ચક્ર છે જેમાં આપણે અંદરને અંદર ફરતા રહીએ છીએ.. આપણે આ વિષ ચક્રમાંથી બહાર આવું પડશે..! ત્યારે બાપુ દ્વારા આપવામાં આવેલા નિવેદન વિશે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?