હિંદુ ધર્મમાં જેટલું મહત્વ દેવી દેવતાઓને આપવામાં આવે છે તેટલું જ મહત્વ પ્રકૃતિને પણ આપવામાં આવે છે. આપણે ત્યાં પ્રકૃતિનું જતન કરવામાં આવે છે. એ પછી પર્વતનું પૂજન હોય કે પછી નદીની પરિક્રમા હોય.... શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે ગંગામાં સ્નાન કરવાથી, નર્મદાના દર્શન કરવા માત્રથી જ્યારે તાપિનું સ્મરણ માત્રથી પાપમાંથી મુક્તિ મળે છે..! નર્મદા નદીને ગુજરાતની જીવા દોરી સમાન માનવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદી વહે છે તેથી જ આપણા ઘરોમાં પાણી આવે છે.! નદીને આપણે માતા સમાન દરજ્જો આપીએ છીએ।.
નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી કરાઈ અર્પણ
નર્મદા જયંતી મહા સુદ સાતમે આવે છે. ગઈકાલે નર્મદા જયંતી નિમીત્તે અનેક ભક્તો નર્મદા નદીની પૂજા કરતા હોય છે તો કોઈ નદીમાં આસ્થાની ડુબકી લગાવે છે. નદીમાં ફુલ, કંકુ, હળદર જેવી સામગ્રી અર્પણ કરવામાં આવે છે. મધ્યપ્રદેશના અમરકંટકને નર્મદાનું ઉદગમ સ્થાન માનવામાં આવે છે. ત્યારે ગઈકાલે નર્મદા જયંતી નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી હતી. માંગરોળમાં શ્રદ્ધાળુઓએ નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. નર્મદા નદીને સાડી અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા.