રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નર્મદા ડેમની જળસપાટી પ્રથમવખત પોતાની મહત્તમ જળ સપાટી 138.68 પર પહોંચી છે. સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટીએ પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયા જઈ જળના વધામણ કર્યા હતા. ગોરવપૂર્ણ ઘટનામાં સહભાગી બની તેમણે જીવાદોરી મનાતી નર્મદા નદીની વિધિવત પૂજા કરી હતી.
મુખ્યમંત્રીએ કરી માં નર્મદાની પૂજા
ડેમ મહત્તમ જળસપાટીએ પહોંચતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના 23
દરવાજા ખોલાતા નર્મદા નદીમાં 1,50,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. નવા નીરનું
સ્વાગત કરવા બ્રાહ્મણો સાથે મુખ્યમંત્રી નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ
શ્રીફળ, ચુંદડી, પુષ્પો ચઠાવી માં નર્મદાની આરતી કરી નવા નીરને આવકાર્યા હતા.
ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. જેને કારણે નર્મદા ડેમ
ઉપરાંત અનેક ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે.