ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના લોકાર્પણને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. તે ઉપરાંત નર્મદા ડેમમાં નવા નીરના કારણે તેની જળસપાટીમાં પણ સતત વધારો થયો છે,. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર થઈને પ્રથમવાર 138.68 મીટરે નોંધાઈ છે. જે મહત્તમ સપાટીએ પહોંચી જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ પહોંચ્યા હતા અને વિધિવત રીતે નર્મદા મૈયાનું પૂજા- અર્ચના કરી હતી. ઉલ્લેખનિય છે કે આ ચોમાસુ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમ પર ગેટ મુકાયા બાદ 6 વખત સંપૂર્ણ ભરાયો છે. હાલ નર્મદા ડેમમાં 19,26,106 ક્યુસેક પાણીનીઆવક છે, જ્યારે કુલ 18,41,283 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. જેને કારણે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ભરાયો છે. હાલ ડેમના 23 ગેટ 9.70 મીટર સુધી ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.
Gujarat CM Bhupendra Patelએ Sardar સરોવર ડેમ ખાતે મા નર્મદાના નીરના વધામણા કર્યા https://t.co/QTruKtwF04
— Jamawat (@Jamawat3) September 17, 2023
CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના કર્યા વધામણા
Gujarat CM Bhupendra Patelએ Sardar સરોવર ડેમ ખાતે મા નર્મદાના નીરના વધામણા કર્યા https://t.co/QTruKtwF04
— Jamawat (@Jamawat3) September 17, 2023ઉલ્લેખનિય છે કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ દિવસ છે. તે નિમિત્તેર આજે 17 સપ્ટેમ્બરના રોજ આ નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું. જેના કારણે પણ ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. જેને કારણે નર્મદા ડેમને નવવધૂની જેમ સજાવાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા ડેમ પહોંચ્યા હતા અને પૂજા વિઘિ બાદ ડેમની જળસપાટી વધતા તેની અસર નીચે આવતા ગામની સમીક્ષા કરી હતી.
ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી છોડાતા જળબંબાકાર
સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી છોડાતાં નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દાહોદ અને વડોદરાના કરનાલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અલર્ટ કરાયા છે. પાણીની આવક વધતા કરજણના પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા. તેમજ આલમપુરા, લીલીપુરા, દિવાબેટ જેવા ગામોના લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા છે. કરજણ ના નર્મદા કાંઠા વિસ્તારના એલર્ટ કરાયેલા ગામો પૈકી કેટલાક ગામોમાંથી 500 થી વધુ લોકોના સ્થળાંતર કરાયા છે. કરજણ SDM આશિષ મિયાત્રા સહિત તંત્ર, કરજણ પી.આઈ.ભરવાડ સહિત ની પોલીસ ટીમ સ્થળાંતર કરાવવાના કામે લાગી છે. નર્મદા ડેમમાં પાણી છોડવાને પગલે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRFની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પાંચ પુરુષ, 10 બાળક બાળક તથા એક મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરાના નીચાણવાળા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અહીં ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે. એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં જે સરોવર બનાવવામાં આવ્યું છે, ત્યાં પાણી ફરી વળ્યાં છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પણ પાણી ફરી વળ્યાં છે. વડોદરા જિલ્લાના મોટાભાગ કર્મચારીઓ અધિકારીઓ સેન્ટડ બાય કરાયા છે.