હિમાચલ પ્રદેશની 2.31 લાખ મહિલાઓને જુન મહિનાના પ્રારંભથી 1500 રૂપિયા મળવાના શરૂ થઈ જશે.અનુસુચિત જાતિ, ઓબીસી, લઘુમતી અને વિશેષરૂપથી સક્ષમના સશક્તિકરણ વિભાગે નિયમોમાં સુધારો કરી પ્રસ્તાવ સરકારને સોંપી દીધો છે. હવે આ બાબતે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. પ્રદેશમાં પહેલા તબક્કામાં 1,000 અને 1,150 રૂપિયા પેન્શન લઈ રહેલી મહિલાઓને 1500 રૂપિયા આપવામાં આવશે. આ યોજનામાં 18થી 59 વર્ષની અન્ય મહિલાઓનો પણ તબક્કાવાર રીતે યોજનામાં સામેલ કરવામાં આવશે.
416 કરોડ રૂપિયા ફાળવાયા
આ યોજના માટે ગ્રામ પંચાયતે આવકનું પ્રમાણપત્ર લાવવાની જોગવાઈ દુર કરી દીધી છે. વર્તમાનમાં વિધવા,ત્યક્તા, દિવ્યાંગ અને કુષ્ટરોગી મહિલાઓને 1,000 અને 1,150 રૂપિયાની માસિક પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો છે. દિવ્યાંગ પેન્શન હેઠળ કેટલીક મહિલાઓની આવક 60 વર્ષથી પણ વધુ છે. પહેલા તબક્કામાં નારી સન્માન સહાય માટે સરકારે 416 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે. બીજી તરફ સ્પિતીની મહિલાઓને 1500 રૂપિયા આપવા માટે વિભાગને પ્રસ્તાવ તૈયાર કરીને સરકારને મોકલી દીધો છે.