દિલ્હીમાં નરગીસે લગ્નનો ઈન્કાર કર્યો તો હેવાન બન્યો ઈરફાન, યુવતીના માથા પર સળિયો મારી કરી હત્યા


  • Published By :
  • Published Date : 2023-07-28 21:30:12

રાજધાની દિલ્હીમાં શુક્રવાર (28 જુલાઈ)ના રોજ વધુ એક યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. માલવિયા નગર વિસ્તારમાં અરબિંદો કોલેજ પાસેના પાર્કમાં બપોરે 12 વાગ્યે એક છોકરાએ એક છોકરીને સળિયા વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ધોળા દિવસે થયેલી હત્યાથી ચકચાર મચી ગઈ છે. કમલા નહેરૂ કોલેજની 25 વર્ષીય વિદ્યાર્થિની નરગિસની હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.


સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો કાતિલ


શુક્રવારે બપોરે 12.10ની આસપાસ પોલીસને બાતમી મળી હતી કે એક યુવતીની લાશ પાર્કમાં પડી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને આરોપીઓની ઓળખ માટે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાનું શરૂ કર્યું. તેમાં ઈરફાન જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે નરગીસની હત્યાના સમાચાર મીડિયામાં ફેલાતા જ આરોપી ઈરફાને પોતે પોલીસને સરેન્ડર કરી દીધું હતું.


શા માટે હત્યા કરી? 
 


નરગીસ કમલા નેહરુ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે ઈરફાનની પિતરાઈ બહેન હતી. સંગમ વિહારમાં રહેતો ઈરફાન ડિલિવરી બોય તરીકે કામ કરે છે. નરગીસના પરિવારજનોએ જણાવ્યું કે તે લાંબા સમયથી તેનો પીછો કરી રહ્યો હતો. માત્ર નરગીસ જ નહીં પરિવારના સભ્યોએ પણ ઈરફાનના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. બગીચામાં મળવા આવેલા ઈરફાનને જ્યારે નરગીસે ​​લગ્ન માટે ના પાડી તો ઈરફાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ઈરફાને બેગમાંથી લોખંડનો સળિયો કાઢી તેના પર હુમલો કર્યો હતો.


પૂર્વ આયોજીત કાવતરૂ રચી કરી હત્યા 


ઈરફાનની પૂછપરછ બાદ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ત્રણ દિવસ પહેલા નરગીસની હત્યાની યોજના બનાવી હતી. તે ઘણા દિવસોથી નરગીસનો પીછો કરી રહ્યો હતો અને તે તેના દરેક લોકેશન વિશે પહેલેથી જ જાણતો હતો. તેણે પ્લાન બનાવ્યો હતો કે નરગીસ ના પાડતા જ તેને મારી નાખશે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..