પ્લેનમાં બેસી નરેશ પટેલની દોડ,દિગ્ગ્જ નેતાઓના પત્તા કપાશે ?


  • Published By :
  • Published Date : 2022-11-05 12:44:06

સૌરાષ્ટ્રનું રાજકારણ દાયકાઓથી મજબૂત છે. ગાંધીનગર સુધી પહોંચવા માટે સૌરાષ્ટ્રમાં કોઈપણ પાર્ટીનો દબદબો હોવો જરૂરી છે, એટલે જ તમામ પાર્ટીઓ સૌરાષ્ટ્ર પર ફોકસ કરી રહી છે.એક બાદ એક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણના અન્ય એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખોડલધામના અધ્યક્ષ અને સૌરાષ્ટ્રમાં પાટીદારનો મજબૂત ચહેરો ગણાતા નરેશ પટેલ અને પાટીદાર અગ્રણી રમેશ ટિલાળાએ અમિત શાહ સાથે મુલાકાત કર્યાના અહેવાલ મળ્યા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચામાં હોય તેવો પાટીદાર ચહેરાઓમાં ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાનું નામ પણ સામેલ છે. બોઘરા સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજનો મોટો ચહેરો છે. ત્યારે નરેશ પટેલ અને રમેશ ટિલાળાએ શાહ સાથે કરેલી મુલાકાતથી બોઘરા v/s ટિલાળાનો ઘાટ સર્જાઈ શકે છે.

 

રાજકોટમાં રાજકારણમાં ભારે ઊથલપાથલ

રાજકોટ શહેરની દક્ષિણ બેઠક હવે હાઈ પ્રોફાઈલ બની ગઈ છે.તાજેતરમાં જ નરેશ પટેલની દિલ્હીમાં પીએમ મોદી સાથેની મુલાકાતને લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ હતી. ત્યારે હવે રાજકોટની દક્ષિણ બેઠક માટે ખોડલધામે લોબિંગ શરૂ કર્યું છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ દાવેદારી કરી છે.નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ભાજપના મોવડી મંડળ સાથે મુલાકાત કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે. ખાસ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદની મુલાકાત કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. તમને જણાવી દઇએ કે, રાજકોટની દક્ષિણ બેઠકમાં ભાજપના ઉપાધ્યક્ષ ભારત બોઘરા પણ લોબિંગ કરી રહ્યાં છે.

 

કોણ છે ભરત બોઘરા ?

2009માં લોકસભાની ચૂંટણીમાં બાવળિયાએ રાજકોટ બેઠક પર જીત મેળવી અને જસદણ વિધાનસભાની પેટાચૂંટણી આવી. એમાં મોદીએ બોઘરાને ટિકિટ આપી અને પહેલીવાર ભાજપે કોંગ્રેસના ગઢમાં જીત હાંસલ કરી હતી.હાલ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કોઈ ચર્ચામાં હોય તો ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા. તેઓ સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજનો મોટો ચહેરો છે. ભરત બોઘરાને જસદણ બેઠક પરથી ટિકિટ માગવાની ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે મનાઈ કરી છે.સંગઠનમાં હાલ બોઘરા ખૂબ જ સક્રિય છે. 

 

કોણ છે રમેશ ટીલાળા ?

રમેશ ટીલાળા ખોડલધામના ટ્રસ્ટી અને તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે. તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માંગે છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં મોટું નામ છે. રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ચેરમેન પણ છે. શાપર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અને ખેતીથી કરિયરની શરૂઆત કરનારા ટીલાળાએ આજે 7 ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે અને 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?