નરેશ પટેલને લેઉઆ પટેલ "સમાજના પિતા" જાહેર કરાતા થયો વિરોધ, ટચૂકડી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-22 21:13:05

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના સર્વમાન્ય અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સામે સમાજમાંથી વિરોધના સૂર સંભળાવવા લાગ્યા છે. લેઉવા પટેલ સમાજ દ્વારા નરેશ પટેલને સમાજના પિતા જાહેર કરાતા આકરા પ્રત્યાઘાતો પડ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં એક ટચૂકડી જાહેરાતનું કટિંગ ફરતું થયું છે. જેમાં એક વ્યક્તિએ જાહેર અખબારમાં ટચુકડી પ્રસિધ્ધ કરાવી જાહેરાત કરી છે તેમને આ નિર્ણયથી બાકાત રાખવામા આવે. હાલ આ ટચુકડીના કારણે સમાજમાં હડકંપ મચી ગયો છે.


ટચૂકડી પ્રસિધ્ધ કરી વિરોધ વ્યક્ત કર્યો


નરેશભાઈ પટેલને સમાજ પિતા તરીકે જાહેર કરાયા તેને લઈ લલિત સોરઠીયા નામની એક વ્યક્તિએ બુલંદ સ્વરે વિરોધ નોંધાવ્યો છે. તેમણે સમસ્ત લેઉઆ પટેલ સમાજ જોગ એક ટચૂકડી પ્રસિધ્ધ કરાવી છે. જેમાં ઉલ્લેખ કરાયેલ વિગત શબ્દશઃ 'હાલમાં સમાજે નરેશભાઈ પટેલને 'સમાજ પિતા' જાહેર કરેલ છે. આ નિર્ણયમાં વ્યક્તિગત રીતે અમે અસહમત છીએ. અમારે અમારા પિતાશ્રી હતા જ, જે સ્વર્ગસ્થ થયેલ છે. કદાચ નરેશભાઈ તેમનાથી પરિચીત હશે જ, તો અમોને એવું લાગે છે કે અમારે અન્ય કોઈ પિતાની જરૂર નથી. આથી સમાજને નમ્ર વિનંતી છે કે, આ નિર્ણયમાં અમોને બાકાત રાખે. 

નરેશભાઈ પટેલ સામાજીક તેમજ રાજકીય રીતે ખુબ જ પ્રગતિ કરે અને ગુજરાતના મુખ્યમંત્રી બને તેવી અમારી દિલથી શુભકામના છે -લી. લલીતભાઈ પોપટભાઈ સોરઠીયા



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?