'લેઉવા પટેલ સમાજ ગુજરાતની આર્થિક અને રાજકીય કરોડરજ્જુ' -નરેશ પટેલ


  • Published By :
  • Published Date : 2023-10-11 12:28:27

રાજ્યના રાજકારણમાં પાટીદારોના પ્રભુત્વનો કોઈ ઈન્કાર ન કરી શકે. સૌરાષ્ટ્રના લેઉઆ સમાજના જાણીતા પાટીદાર નેતા નરેશ પટેલે પણ આ મુદ્દે પાટીદાર સમાજની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ઈકોનોમિકની કરોડરજ્જુ લેઉવા પટેલ સમાજ છે. તેમણે લેઉઆ સમાજના રાજકીય મહત્વ અંગે પણ કહ્યું હતું કે લેઉઆ સમાજ જે તરફ જાય તે તરફ રાજકારણ ઢળે છે. નરેશ પટેલ લેઉવા પટેલનાં કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણનાં સંડેર ખાતે નિર્માણ પામી રહ્યું છે ત્યારે ખોડલધામનાં ખાતમુર્હૂતનાં આયોજન અંગે સંડેરમાં બેઠક મળી હતી જેમાં ભાગ લેવા તેઓ આવ્યા હતા. આ બેઠકમાં સામાજીક અગ્રણી અને પૂર્વ સીએમ આનંદી બેનના પુત્રી અનારબેન પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટીદાર સંગઠનોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 


'લેઉવા પટેલ સમાજ પાસે પૈસાની ઉણપ નથી'


પાટણ જિલ્લાના ગાંધીનગર ખાતે ખોડલધામનાં ભૂમિપૂજન કાર્યક્રમનાં આયોજન અંગે મળેલી બેઠક બાદ નરેશ પટેલે નિવેદન આપ્યું હતું. નરેશ પટેલે જણાવ્યું હતું કે 'ગુજરાતની ઈકોનોમીની કરોડરજ્જુ લેઉવા પટેલ સમાજ છે, ન માત્ર ઈકોનોમિક પરંતુ પોલિટિકલ બેકબોન પણ લેઉવા પટેલ સમાજ છે ગુજરાતમાં લેઉવા પટેલ સમાજ જે તરફ જાય છે તે તરફ રાજકારણ ઢળે છે ત્યારે લેઉવા પટેલ સમાજ પાસે પૈસાની ઉણપ નથી પુષ્કળ રૂપિયા છે, આજનાં જમાનામાં મુખ્ય તાકાતએ સંગઠન છે  તેમજ ખોડલધામ સંસ્થા નથી વિચાર છે. જાતિ આધારિત વસ્તી ગણતરી રાજકીય ચર્ચાનો વિષય છે મારે કોમેન્ટ કરવી યોગ્ય નથી'.

 

સંડેરમાં બનશે ભવ્ય ખોડલધામ


સૌરાષ્ટ્રનાં કાગવડ જેવું જ મંદિર પાટણ પાસે બનવા જઈ રહ્યું છે. ત્યારે 22મી ઓક્ટોબર અને આઠમનાં દિવસે ભવ્ય ખોડલધામનું ખાતમુહૂર્ત થશે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ પણ બનશે. ખોડલધામનાં ખાતમુર્હૂતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત એનસીપી નેતા અને સાંસદ પ્રફુલ પટેલ અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...