ખોડલધામના આ બે ટ્રસ્ટીઓને ભાજપની ટિકિટ મળે તે માટે નરેશ પટેલના પ્રયત્નો શરૂ


  • Published By :
  • Published Date : 2022-11-07 19:05:39

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોની  ટિકિટ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સમાજના અગ્રણીઓ, મોટા ઉદ્યોગપતિઓ અને ધર્મગુરૂઓ પણ તેમના મળતિયાઓને ટિકિટ મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખોડલધામના ચેરમેન નરેશ પટેલએ તેમના બે વિશ્વાસુ માણસો માટે ભાજપમાં  ટિકિટ માટે લોબિંગ શરૂ કર્યું છે.    


નરેશ પટેલ કોના માટે મહેનત કરી રહ્યા છે?


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ તેમના બે સાથીઓને ભાજપની ટિકિટ માટે અંગત રીતે રસ લઈ રહ્યા છે.  ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણી માટે પ્રયત્નો કરી રહ્યા છે. હાલ રાજકોટ દક્ષિણ અને અમદાવાદની એક બેઠક હાઇ પ્રોફાઇલ બની છે.


નરેશ પટેલે દિલ્લીમાં પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશ ટીલાળા, રમેશ મેંદપરા, દિનેશ કુંભાણી, પ્રવીણભાઈ પટેલ દિલ્હીમાં PM મોદીને મળીને વિધિવત ખોડલધામ આવવાનું આમંત્રણ આપ્યું હતું. મોદીના આમંત્રણમાં સૌથી વધુ રસ ટીલાળાને છે. વળી તાજેતરમાં અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બંને નેતાઓએ મુલાકાત કરી હતી. જેને લઇને રાજકારણ ગરમાયું છે.  જ્યારે વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટીકિટ આપવાનો આગ્રહ કરી રહ્યા છે.


રમેશ ટીલાળા ધારાસભ્ય બનવા તલપાપડ 


ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, ટીલાળા રાજકોટ પૂર્વ સીટ પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માગે છે. આ સીટ પર હાલના ધારાસભ્ય તરીકે વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે. ટીલાળા ખોડલધામના ટ્રસ્ટી હોવાની સાથે ઉદ્યોગપતિ છે. પહેલાં ગોંડલ બેઠક પર ચાલતું નામ રાજકોટ પૂર્વ બેઠક પર આવ્યું હવે ગોવિંદ પટેલની રાજકોટ દક્ષિણ સીટ પર ટીલાળાએ દાવેદારી નોંધાવી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...