આવતી કાલે PM તરીકે Narendra Modi ત્રીજી વખત લેશે શપથ, શેખ હસીના આવ્યા ભારત, જાણો કયા વિદેશી નેતાઓને અપાયું આમંત્રણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-08 16:58:30

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર પીએમ પદના શપથ 9મી તારીખે એટલે કે આવતી કાલે લેવાના છે. પરિણામો આવ્યા બાદ વિદેશના અનેક નેતાઓએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીના શપથ સમારોહમાં સામેલ થવા માટે ભારતના અનેક પાડોશી દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અનેક વડાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે અને શપથ સમારોહમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારત આવી પહોંચ્યા છે.  

મુરલી મનોહર જોશી, એલ.કે. અડવાણી સહિતના નેતાઓ સાથે કરી હતી મુલાકાત 

મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા. આ વખતે એનડીએની સરકાર બનવાની છે. ગઈકાલે એનડીએની સંસદીય દળની બેઠક મળી હતી અને નેતા તરીકે પ્રધાનમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી. આવતી કાલે એટલે કે 9 તારીખે પીએમ મોદી ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે.. ગઈકાલે પીએમ મોદી એલ.કે.અડવાની, મુરલી મનોહર જોશી, રાષ્ટ્રપતિ સહિતના અનેક દિગ્ગજ નેતાઓને મળ્યા હતા. આ શપથવિધિમાં ભારતના પાડોશી દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 



શપથ વિધીના સમારોહમાં ભાગ લેવા શેખ હસીના આવ્યા ભારત 

પીએમ મોદીના શપથ સમારોહમાં અનેક રાષ્ટ્રના વડાઓ ભારતના મહેમાન બની શકે છે.  નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં " neighbour હુડ ફર્સ્ટ પોલિસી " અંતર્ગત જે હિન્દ મહાસાગરના દેશો છે તેમની સાથે સહયોગ વધારવાના હેતુથી આ મહેમાનોની યાદી તૈયાર કરવામાં આવી છે.  શેખ હસીના ભારત આવી પહોંચ્યા છે. તે સિવાય નેપાળના પીએમ પુશ્પ કમાલ દહલ, ભૂતાનના રાજા નામગ્યેલ વાન્ગચૂક , શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે , ઉપરાંત માલદિવ્સના વડા મોહમ્મદ મુઇઝઝયુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 


વિવિધ દેશના વડાઓને આપવામાં આવ્યું છે આમંત્રણ

હાલમાં maldives  સાથેના આપણા સબંધો થોડાક તણાવભર્યા હતા પણ આ આમંત્રણથી સબંધોમાં મીઠાશ વધી શકે છે. વાત કરીએ શ્રીલંકન રાષ્ટ્ર પ્રમુખ રાનિલ વિક્રમસિંઘની તો ૪ જૂનના રોજ તેમને PM મોદી સાથે ફોન પર વાત થઈ હતી , ત્યારે તેમને આ શપથ વિધિમાં હાજર રહેવા આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું હતું . ઉપરાંત બાંગલાદેશના PM શેખ હસીના સાથે પણ ફોન પર વાત થઈ હતી. મહત્વનું છે આવતી કાલે ના માત્ર પીએમ તરીકે નરેન્દ્ર મોદી શપથ લેશે પરંતુ તેમની સાથે મંત્રીમંડળ પણ શપથ લેશે. આ મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સસ્પેન્સ છે.. અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.  


શું ઈન્ડિ ગઠબંધનના નેતાઓ રહેશે શપથ સમારોહમાં હાજર?

જ્યારે ઈન્ડિ ગઠબંધનના નેતાઓ આ શપથ સમારોહમાં હાજર રહેશે કે નહીં તે સવાલ જયરામ રમેશને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે માત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એમારા નેતાઓને આમંત્રણ આપવામાં નથી આવ્યું. જ્યારે અમારા નેતાઓને આમંત્રણ આપવામાં આવશે તે બાદ વિચારણા કરવામાં આવશે.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?