નરેન્દ્ર મોદી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપશે. દેશની ત્રીજી અને ગુજરાતની પેહલી વંદે ભારત એક્સપ્રેસ 30 સપ્ટેમ્બરે ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડવવામાં આવશે. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીઝંડી આપી પ્રસ્થાન કરાવશે તેવું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું. વંદે ભારતનાનું ભાડું 1200 રૂપિયા તેમજ એક્ઝિક્યુટિવનું ભાડું 2500 રૂપિયાની આસપાસ રહે તેવી શક્યતા છે.
75 વંદેભારત એક્સપ્રેસ દોડાવાશે...
રેલ્વે મંત્રીએ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ મોટા શહરોને જોડતી 75 વંદેભારત એક્સપ્રેસ દોડાવવામાં આવશે. સાબરમતી ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ ફેબ્રુઆરી સુધીમાં શરૂ થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી ખાતે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાઈ રહ્યું છે. 3.54 હેક્ટરમાં 332 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ હબમાં બ્લોક એમાં 9 માળની તેમજ બ્લોક બીમાં 7 માળની એમ 2 બિલ્ડિંગ સાથે નિર્માણ પામી રહ્યું છે.
મેટ્રો રૂટ શરૂ થશે
30 સપ્ટેમ્બરથી વસ્ત્રાપુરથી થલતેજ અને APMCથી મોટેરા સુધીનો મેટ્રો રૂટ શરૂ થઈ શકે છે. અમદાવાદ શહેરમાં મેટ્રો ફેઝ-1માં 40 કિલોમીટર રૂટમાંથી થલતેજથી થલતેજ ગામ સુધીના લગભગ એકથી દોઢ કિલોમીટરના રૂટ સિવાય લગભગ 38 કિલોમીટર રૂટનું કામ લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આ રૂટનું લોકાર્પણ કરી શકે તેવી સંભાવના છે.