સૌથી મોટા ભુવા નરેન્દ્ર મોદી, એકબાદ એક નાળિયેર ફેંકે છેઃ BJP પ્રદેશ પ્રમુખ પાટીલ


  • Published By :
  • Published Date : 2022-10-28 14:54:34

ચૂંટણી નજીક આવતા જ અવનવા નિવેદનો અને વિવાદિત નિવેદનોનો રાફડો જોવા મળે છે તેવું જ એક અલગ પ્રકારનું નિવેદન ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે આપ્યું છે તેમણે હસતાં-હસતાં નરેન્દ્ર મોદીને ભુવા કહ્યા છે. સીઆર પાટીલે સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું કે નરેન્દ્ર મોદી એક બાદ એક નાળિયેર ફેંકે છે.


ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલનમાં સીઆર પાટીલે મોદીને ભુવા કહ્યા 

આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેસા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. કાકોસી ચાર રસ્તાથી સીઆર પાટીલનો રોડ શો પણ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં જીભાજી ઠાકોર અને તેમના સમર્થકો સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જીભાજી ઠાકોર પાટણ જિલ્લા ક્ષત્રીય ઠાકોર સેનાના પ્રમુખ છે. 


સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલ પર કર્યા પ્રહારો 

ક્ષત્રિય ઠાકોર સ્નેહમિલન કાર્યક્રમમાં સીઆર પાટીલે સ્ટેજ પરથી સંબોધન કર્યું હતું. સીઆર પાટીલે ચૂંટણી પહેલા સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટા ભુવા છે. કે નરેન્દ્ર મોદી એક બાદ એક નાળિયેર ફેંકે છે. સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલનો પણ ઉધડો લીધો હતો. અરવિંદ કેજરીવાલે અપીલ કરી હતી કે નોટ પર લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો હોવો જોઈએ. તેના પર સીઆર પાટીલે નિવેદન આપ્યું હતું કે કેજરીવાલે પંજાબના કાર્યાયલમાંથી ગાંધીજીનો ફોટો હટાવી દીધો છે. ત્યારે હાલ કેજરીવાલ નોટો પરથી પણ ગાંધીજીનો ફોટો હટાવી દે, તેનાથી બચીને રહેવું જોઈએ. 






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?