પીએમને ગુજરાત ભાજપની ચિંતા, કેમ બધુ ઓલ વેલ નથી?
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં હાજર પીએમ મોદી ભાજપ અને હાલની કાર્યશૈલીથી બહુ ખુશ નથી એવું લાગી રહ્યુ છે, કમલમમાં ભાજપના કોર નેતાઓ સાથે અચાનક જ મીટીંગનું આયોજન કરાયું, મહાત્મા મંદીરથી નીકળીને પીએમ સીધા જ પહોંચ્યા કમલમ, જ્યાં એકબાજું મીટીંગ ચાલું હતી અને એકબાજું જમવાની તૈયારીઓ
પીએમના ખાસ મનાતા પાટીલ અચાનક દૂર કેમ જવા લાગ્યા?
સી.આર.પાટીલ નરેન્દ્ર મોદીની ખુબ નજીક મનાય છે, પણ છેલ્લા બે દિવસમાં પ્રધાનમંત્રીની મુલાકાતમાં એમની બોડી-લેન્ગ્વેજ, દરેક બેઠકોમાં પાટીલથી રાખેલું અંતર અને છેલ્લે કચ્છમાં પાટીલને ઠોકર વાગી અને પડ્યા તો પીએમએ કોઈ રિએક્શન ના આપ્યું એ જોતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
કમલમમાં કોઈ નિર્ણય લેવાશે કે ક્લાસ?
છેલ્લા એક મહિનામાં અચાનક જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પકડ બનાવી હોય અને સોશિયલ મીડિયામાં છવાયા હોય એવું દરેક માની રહ્યા છે, ભાજપ આઈ.ટી.સેલમાં ચાલી રહેલા આંતરીખ વિખવાદોના કારણે ભાજપનુું સોશિયલ મીડિયા નબળું પડતું જતુ હતુ તો એક દિવસ પહેલા જ પંકજ શુક્લાને ફરી એકવાર આઈ.ટી.નો ચાર્જ સોંપાયો છે, ત્યારે પીએમ આપના વધતા પ્રભાવને રોકવાનું માર્ગદર્શન અને ભાજપના જ નેતાઓએ એકબીજાની સાથે કરેલા ગેરવર્તનોના કારણે બદલાતી પરિસ્થિતિ પર ક્લાસ લે તેવી સંભાવના છે