સુરતમાં તૈયાર કરાઈ PM મોદીની 156 ગ્રામ સોનાની મૂર્તિ, શા માટે બનાવાઈ આ મૂર્તિ?


  • Published By :
  • Published Date : 2023-01-19 12:27:51

ડાયમંડ સીટી તરીકે વિશ્વ પ્રખ્યાત સુરતમાં પીએમ મોદીની સોનાની અતિભવ્ય સોનાની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.  ગુજરાતમાં 156 સીટ જીત બદલ આ 156 ગ્રામ સોનાની મૂર્તિ બનાવવામાં આવી છે. મૂર્તિને બનાવવામાં 7 મહિના લાગ્યા છે. 15 થી 20 કારીગરોએ આ મૂર્તિ બનાવવા મહેનત કરી છે. આ મૂર્તિની અંદાજીત કિંમત રૂપિયા 11 લાખ છે. રાધિકા ચેન્સ કંપનીમાં મૂર્તિ બનાવવામાં આવી છે.


ગુજરાતમાં જીત ચશ PM મોદીને


આ ગોલ્ડન મોદીની મૂર્તિ તૈયાર કરનારા જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે "ગુજરાતમાં જે 156 સીટો આવી છે, તે એક ક્યારેય ઇતિહાસમાં જોવા મળી નથી અને કદાચ ભવિષ્યમાં પણ જોવા મળશે નહીં. જ્યારે PM મોદીએ 156 સીટો જીતી ત્યારે જ અમે વિચારી લીધું હતું અને અમારી ટીમને કહી દીધું હતું કે, તેમની એક ગોલ્ડમાં પ્રતિકૃતિ બનાવવામાં આવશે." જ્વેલર્સ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત માટે પીએમ મોદીને યશ આપી રહ્યા છે, તે માટે જ આ સુંદર મૂર્તિ બનાવી છે.


મૂર્તિની વિશેષતા શું છે? 


આ મૂર્તિ 18 કેરેટ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિ હુંબહુ જોવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી લાગે છે. તેમના ચશ્મા, ચેહરા અને આંખો જોઈને તમે લાગશે કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હુંબહુ પ્રતિકૃતિ છે. જેની અંદાજીત 11 લાખની કિંમત છે. રાધિકા ચેન્સ કંપનીમાં મૂર્તિ બનાવવામાં આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?