ટિકિટ વિશે નરેન્દ્ર ભાઈ અને અમિતભાઈ નિર્ણય લેશેઃ સીઆર પાટીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 10:10:44

ભાવનગરના વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિત 20 હજાર જેટલા કાર્યકર્તાઓ જોડાયા હતા. ભાવનગરમાં સીઆર પાટીલે મહત્વની જાહેરાત કરી હતી કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જાહેર કરશે. જાહેર છે કે આમ આદમી પાર્ટીના વિધાનસભાના ચહેરાના નામ જાહેર થઈ ગયા છે જ્યારે કોંગ્રેસ ઘરે-ઘરે જઈ મતદારોને મનાવી રહી છે. કોંગ્રેસ પણ ટૂંક સયમાં પોતાના ચહેરા સામે રાખી શકે છે. 


સીઆર પાટીલે ટિકિટ મામલે શું નિવેદન આપ્યું?

ભાજપના પ્રદેશ પ્રમુખે ભલે રેલીમાં આ નિવેદન આપ્યું પરંતુ તેનો ઈશારો ભાજપના મહત્વકાંક્ષી નેતાને હતો. સીઆર પાટીલે મંચ પર ભાષણ આપતા જણાવ્યું હતું કે, "ચૂંટણી અગાઉ વિધાનસભાની બેઠકો માટે કયા નેતાને ટિકિટ મળશે તે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ નક્કી કરશે. કોઈ પણ કાર્યકર્તાઓની લાગણી ના દુભાય અને મતભેદ ના થાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ તમામ કાર્યકર્તાને સારી રીતે ઓળખે છે. છતાં પણ કોઈની લાગણી દુભાતી હોય તો મને કહેજો હું ઉપર સુધી વાત પહોંચાડીશ."


ભારતીય જનતા પાર્ટીની ભાવનગરની વન ડે વન ડિસ્ટ્રીક્ટ રેલીમાં 20 હજાર જેટલા ભાજપના નેતા જોડાયા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સિવાય ભારતીબેન શિયાળ, જિતુ વાઘાણી, આરસી મકવાણા અને સામાજિક અને ન્યાય વિભાગના મંત્રી આત્મારામ પરમાર સહિતના અનેક નેતાઓ જોડાયા હતા. 


સીઆર પાટીલ કેજરીવાલ વિશે રેલીમાં શું બોલ્યા?

સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતનો હાથ હંમેશા મફતનું આપવા માટે લંબાવાયો છે, ગુજરાતે ક્યારેય મફતનું લેવા માટે હાથ નથી લંબાવ્યો. કેજરીવાલની 10 લાખની નોકરીની જાહેરાત હવામાં વાતો છે. ગુજરાત સરકારમાં કુલ સાડા પાંચ લાખ સરકારી કર્મચારી છે ને કેજરીવાલ 10 લાખની નોકરીની વાતો કરે છે. 


ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે રાજકીય પક્ષોની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાંચ જેટલા પક્ષો ચૂંટણી લડવા માટે નિકળશે. પરંતુ મુખ્ય રીતે જોઈએ તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામવાનો છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને કોંગ્રેસના વરિષ્ઠ નિરીક્ષક અશોક ગેહલોત પણ આજે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે 2 સપ્ટેમ્બરથી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની મુલાકાત લીધી હતી અને દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર અને સુરત જેવા સ્થળોની મુલાકાત લીધી હતી.     

 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?