નારાયણ મૂર્તિએ કરીના કપૂરને ઘમંડી ગણાવી, વર્ણવ્યો તેમનો અનુભવ, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-26 19:00:16

આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મૂર્તિએ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પર ઘમંડી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ફ્લાઇટમાં એકસાથે મુસાફરી કરવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં મૂર્તિએ કહ્યું કે કરીનાએ ત્યાં હાજર તેના ચાહકોનું સન્માન કર્યું નહોતું. તેમણે IIT-કાનપુરના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા આ વાત કહી હતી. જોકે તેમની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નારાયણ મૂર્તિના પત્ની સુધાએ તરત જ પતિની વાત કાપી નાખી હતી.


IIT કાનપુરમાં આપ્યું હતું નિવેદન


નારાયણ મૂર્તિ તેમની પત્ની સાથે મુખ્ય અતિથિ તરીકે IIT કાનપુરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે, 'એક દિવસ હું લંડનથી આવી રહ્યો હતો અને કરીના કપૂર મારી બાજુની સીટ પર બેઠી હતી. ઘણા લોકો તેની પાસે આવ્યા અને હેલો કહ્યું. તેણે જવાબ આપવાની પણ તસ્દી લીધી નહીં. મને થોડું આશ્ચર્ય થયું. જે પણ મારી પાસે આવ્યો, હું ઊભો થયો અને અમે એક મિનિટ કે અડધી મિનિટ ચર્ચા કરી. ચાહકો આ પ્રકારની જ અપેક્ષા રાખતા હતા."


સુધા મૂર્તિએ મામલો શાંત પાડ્યો


નારાયણ મૂર્તિ આ વક્તવ્ય દરમિયાન સુધા મૂર્તિએ તેમને અટકાવ્યા અને કહ્યું, 'તેના લાખો ચાહકો છે. તે થાકી ગઈ હશે. સોફ્ટવેર કંપનીના માલિક તરીકે મૂર્તિના 10,000 ફોલોઅર્સ હશે પરંતુ એક ફિલ્મ એક્ટ્રેસના લાખો ફોલોઅર્સ હોય છે. પત્નીના આ નિવેદન પર ત્યાં હાજર વિદ્યાર્થીઓ હસી પડ્યા અને ખૂબ તાળીઓ પાડી હતી. આમ છતાં નારાયણ મૂર્તિએ પોતાની વાત આગળ વધારતા કહ્યું,  કે, ‘તે મુદ્દો નથી. મુદ્દો એ છે કે જયારે કોઈ તમારા પ્રત્‍યે પ્રેમ અથવા લાગણી દર્શાવે છે, ત્‍યારે ભલે અલગ રીતે પણ તમારે તેને પ્રેમ દર્શાવવો મહત્‍વપૂર્ણ છે. મને લાગે છે કે તે ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. આ તમારા અહંકારને ઘટાડવાના રસ્‍તાઓ છે, બસ આટલું જ'.


નેટીઝન્સે કરીનાની ઝાટકણી કાઢી


આ વાયરલ વીડિયો બાદ અનેક લોકો નારાયણના સમર્થનમાં બહાર આવ્યા છે. નેટીઝન્સ સોશિયલ મીડિયા પર વિવિધ   પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, "એટલે જ કરીનાનું ગ્લેમર ગયા પછી કોઈને યાદ પણ નહીં હોય કે કરીના કોણ છે. બીજી તરફ, એ લોકો છે જે તમને આજથી સો વર્ષ પછી પણ યાદ કરશે" એક યુઝરે એમ પણ કહ્યું, "બસ આ સાબિત કરે છે કે શિક્ષણ અને ઉછેર અને કૌટુંબિક પૃષ્ઠભૂમિ મુખ્ય ભૂમિકા ભજવે છે."



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.