પાંચ મહાનવિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જે પાંચ વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરાયા છે તેમાં પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથ તેમજ લાલ કૃષ્ણ અડવાણી છે. લાલ કૃષ્ણ અડવાણી સિવાયના મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે લાલ કૃષ્ણ અડવાણીને આવતી કાલે ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે...
લાલ કૃષ્ણ અડવાણીને આવતી કાલે કરાશે ભારત રત્નથી સન્માનિત
આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચાર મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને કરવામાં આવ્યા છે જ્યારે લાલ કૃષ્ણ અડવાણીને આવતી કાલે સન્માનિત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે જ સન્માનિત કરવામાં આવવાના હતા પરંતુ તે હાજર ના રહ્યા હતા. આવતી કાલે રાષ્ટ્રપતિ તેમના ઘરે જઈને ભારત રત્નથી સન્માનિત કરશે.. ચારેય મહાનુભાવોને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો છે.
આ વર્ષે પાંચ મહાનુભાવોના નામની કરાઈ જાહેરાત
મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે પાંચ મહાનુભાવોને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 2020થી 2023 સુધી કોઈને ભારત રત્ન આપવામાં ન આવ્યો હતો.2014માં સત્તા સંભાળ્યા બાદ મોદીના કાર્યકાળ દરમિયાન મદન મોહન માલવિયા, અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન મળ્યું છે. 2024ની 5 હસ્તીઓ સહિત, અત્યાર સુધી આ સન્માન મેળવનાર લોકોની સંખ્યા 53 હશે.