રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે આજે ઓડિસામાં એક રેલી સંબોધી હતી. આ રેલીમાં રાહુલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાતિ પર સવાલો ઊભા કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, અન્ય પછાત જાતિ (OBC) સમુદાયના નથી કારણ કે તેમનો જન્મ જનરલ કાસ્ટમાં થયો હતો. રાહુલ ગાંધીના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. જો કે હવે આ મુદ્દે ગુજરાત પૂર્વ ડેપ્યુટી સીએમ રહી ચુકેલા નરહરિ અમીને પણ ઝંપલાવ્યું છે. તેમણે પીએમ મોદીના સમર્થનમાં એક ટ્વિટ કર્યું છે.
जिस व्यक्ति को अपना गोत्र तक नहीं पता, वो आज एक गरीब परिवार और तेली समाज में जन्मे प्रधानमंत्री को OBC सर्टिफिकेट दे रहा है!
यह सामाजिक तौर पर पिछड़े सभी लोगों का अपमान नहीं तो और क्या है?#JhootiCongress@narendramodi @PMOIndia @AmitShah @BJP4India @BJP4Gujarat @JPNadda
— Narhari Amin (@narhari_amin) February 8, 2024
નરહરિ અમીને શું કહ્યું?
जिस व्यक्ति को अपना गोत्र तक नहीं पता, वो आज एक गरीब परिवार और तेली समाज में जन्मे प्रधानमंत्री को OBC सर्टिफिकेट दे रहा है!
यह सामाजिक तौर पर पिछड़े सभी लोगों का अपमान नहीं तो और क्या है?#JhootiCongress@narendramodi @PMOIndia @AmitShah @BJP4India @BJP4Gujarat @JPNadda
રાજ્ય સભામાં BJPના સાંસદ નરહરિ અમીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે "રાહુલ ગાંધી આવા નિવેદનો કરીને OBC સમુદાયનું અપમાન કરી રહ્યા છે." સાંસદ નરહરિ અમીને વધુમાં લખ્યું છે કે, “જ્યારે કોંગ્રેસ સરકારે 25 જુલાઈ 1994ના રોજ કહ્યું હતું કે મોઢ-ઘાંચી ઓબીસીમાં આવે છે, ત્યારે નરેન્દ્ર મોદી ન તો સાંસદ હતા કે ન તો ધારાસભ્ય હતા. મુખ્યમંત્રી તો દૂરની વાત છે. બીજેપી સાંસદ નરહરિ અમીને રાહુલ ગાંધી પાસે માંગ કરી છે કે તેઓ તેમના નિવેદન બદલ ગુજરાતની જનતાની તાત્કાલિક માફી માંગે અને જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે. તેમણે કહ્યું, "એક વ્યક્તિ જે પોતાનું ગોત્ર પણ નથી જાણતો તે આજે ગરીબ પરિવાર અને તેલી સમુદાયમાં જન્મેલા વડાપ્રધાનને OBC પ્રમાણપત્ર આપી રહી છે!"