મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24ના મોત, મૃતકોમાં 12 નવજાત શિશુ, 70ની હાલત ગંભીર, આરોગ્ય તંત્ર પર ઉઠ્યા સવાલો


  • Published By :
  • Published Date : 2023-10-02 22:59:04

મહારાષ્ટ્રના નાંદેડમાં આરોગ્ય વિભાગની બેદરકારીનો એક મોટો મામલો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીંની સરકારી હોસ્પિટલમાં 12 શિશુઓ સહિત ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. સોમવારે, વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) એ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોમાંથી ઓછામાં ઓછા 12 બાળકો છે, કેટલાક મૃતકોમાં માત્ર 2 થી 4 દિવસના શીશુઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે બાકીના પુખ્ત વયના છે.


દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા 


નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ એસઆર વાકોડેએ જણાવ્યું છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ દર્દીઓ છે. તેમણે કહ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના દર્દીઓ એવા હતા જેમને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા. જો કે, બાકીના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દવાઓ એક જાણીતી ફાર્મા કંપની પાસેથી ખરીદવાની હતી, પરંતુ કેટલાક કારણોસર દવાઓ ખરીદી શકાઈ નથી.


નર્સિંગ અને મેડિકલ સ્ટાફની અછત


ભૂતપૂર્વ સીએમ અને નાંદેડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે આ મૃત્યુ સિવાય, જિલ્લાની અન્ય ખાનગી હોસ્પિટલોમાંથી રેફર કરાયેલા અન્ય 70 દર્દીઓની હાલત ચિંતાજનક' હોવાનું જાણવા મળે છે. ચવ્હાણે કહ્યું કે મેં હોસ્પિટલના ડીન સાથે વાત કરી, તેમણે કહ્યું કે નર્સિંગ અને મેડિકલ સ્ટાફની અછત છે. કેટલાક ઈક્વિપમેન્ટ કામ કરતા નથી અને કેટલાક વિભાગો વિવિધ કારણોસર કાર્યરત નથી. આ બહુ ગંભીર મુદ્દો છે. શિવસેના (UBT) ના ઉપનેતા સુષ્મા અંધારેએ સરકાર પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને ઓગસ્ટના મધ્યમાં થાણેની છત્રપતિ શિવાજી મહારાજ સરકારી હોસ્પિટલમાં 18 દર્દીઓના સમાન મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.