વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. રાજ્યનું પાટનગર ગાંધીનગર તો કર્મચારીઓ વ્યાપક વિરોધ પ્રદર્શનોના કારણે આંદોલનગર બની ગયું છે. જો કે હવે ગાંમડાઓમાં પણ ભાજપને લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આજે બનાસકાંઠાના દિયોદર ભાજપના ‘નમો પંચાયત’ કાર્યક્રમમાં ભારે હોબાળો થયો હતો.
બનાસકાંઠાના દિયોદરમાં ભાજપના નમો પંચાયત કાર્યક્રમનો વિરોધ, વિફરેલા ગૌપ્રેમી-ખેડૂતોએ ખુરશીઓ ઉછાળી#jamawat #Devanshijoshi #gujaratgovernment #gujarat #gujaratelection2022 #banaskantha #diyodar #BJP #BJPGujarat #ViralVideo #Viral pic.twitter.com/nhnnlyyfEC
— Jamawat (@Jamawat3) September 22, 2022
દિયોદરમાં ભાજપની ‘નમો પંચાયત’માં ખેડૂતો અને ગૌ પ્રેમીઓનો હોબાળો
બનાસકાંઠાના દિયોદરમાં ભાજપના નમો પંચાયત કાર્યક્રમનો વિરોધ, વિફરેલા ગૌપ્રેમી-ખેડૂતોએ ખુરશીઓ ઉછાળી#jamawat #Devanshijoshi #gujaratgovernment #gujarat #gujaratelection2022 #banaskantha #diyodar #BJP #BJPGujarat #ViralVideo #Viral pic.twitter.com/nhnnlyyfEC
— Jamawat (@Jamawat3) September 22, 2022દિયોદરના આઝાદ ચોક ખાતે યોજાયેલા ભાજપના નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ખેડૂતો અને ગૌ પ્રેમીઓએ હોબાળો મચાવ્યો હતો. સરકાર દ્વારા ગાય માટે રૂ. 500 કરોડની સહાય ન ચૂકવતા નારાજ ગૌપ્રેમીઓ વિફર્યા હતા અને ખુરશીઓ ઉછાળી હતી. બીજી તરફ લાંબા સમયથી પોતાની પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતોએ પણ કાર્યક્રમ સ્થળે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર બનાવને પગલે પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. ગૌ-સેવકોએ ગાયો માટે સરકારે ફાળવેલ સહાય આપવાની માગ કરી હતી. ગૌ પ્રેમીઓ અને ગૌ સેવકોએ ગૌ-માતાની જય બોલાવી કાર્યક્રમના સ્થળે વિરોધ નોંધાવ્યો હતો. ભારે વિરોધને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં ભાજપનો નમો કાર્યક્રમ સ્થગિત કરાયો હતો. ભાજપના કાર્યક્રરોને જગ્યાએથી ઉભા કરી દેવાયા હતા અને ભાજપના બેનરો પણ હટાવી લીધા હતા.