નામીબિયાના ચિત્તા 'શૌર્ય'નું કુનો નેશનલ પાર્કમાં થયું મોત, પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે


  • Published By :
  • Published Date : 2024-01-16 21:47:28

મધ્યપ્રદેશના શ્યોપુરમાં સ્થિત દેશના એકમાત્ર ચિત્તા સફારી તરીકે જાણીતા કુનો નેશનલ પાર્કમાંથી ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. નામીબિયાથી લાવવામાં આવેલ ચિત્તા 'શૌર્ય'નું મૃત્યુ થયું છે. મોનિટરિંગ ટીમને ચિત્તો ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો, જેની સારવાર કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મુખ્ય વન સંરક્ષક લાયન પ્રોજેક્ટ દ્વારા સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર પાડીને આ માહિતી આપવામાં આવી હતી.


3 વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન મોત થયું  


મળતી માહિતી મુજબ નામીબિયાથી લાવવામાં આવેલા ચિતા શૌર્યને એક મોટા વાડામાં રાખવામાં આવ્યો હતો. મોનિટરિંગ ટીમે મંગળવારે સવારે 11 વાગ્યે તેને બેભાન અવસ્થામાં જોયો હતો. તેને તરત જ નિરીક્ષણ હેઠળ લઈ જવામાં આવ્યો અને CPR આપવામાં આવ્યો હતો. આ પછી થોડી ક્ષણો માટે તેને હોશ આવ્યો, પરંતુ તેની સ્થિતિમાં સુધારો થઈ શક્યો નહીં. સારવાર દરમિયાન 3 વાગ્યાના સુમારે તેમનું મોત નીપજ્યું હતું. આ પછી કુનો મેનેજમેન્ટે ભોપાલ અને દિલ્હીના સિનિયર અધિકારીઓને આની જાણ કરી હતી. તે જ સમયે, પીસીસીએફ અસીમ શ્રીવાસ્તવે ફોન પર માહિતી આપી કે શૌર્ય નામના ચિતાનું મૃત્યુ થયું છે. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે.


કુનોમાં 13 પુખ્ત ચિત્તા અને 4 બચ્ચા રહ્યા


ઉલ્લેખનિય છે કે, નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનોમાં આવેલા કુલ 20 દીપડાઓમાંથી અત્યાર સુધીમાં 10 દીપડાના મોત થયા છે. જેમાં માદા ચિતા જ્વાલાના ત્રણ બચ્ચાનો પણ સમાવેશ થાય છે. હાલમાં, કુનોમાં માત્ર 13 પુખ્ત ચિત્તો અને 4 બચ્ચા જ બચ્યાં છે.



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..