દેશની સૌથી લાંબી આજીવન કેદની સજા ભોગવી રહેલી મહિલા કેદી નલિની શ્રીહરને શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શનિવારે વેલ્લોર જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી, જેણે આરપી રવિચંદ્રન સહિત તમામ છ દોષિતોને પણ રાહત આપી છે. જેલમાંથી બહાર આવીને નલિની શ્રીહરને તમિલનાડુના લોકોનો આભાર માન્યો અને કહ્યું કે તેઓએ 32 વર્ષ સુધી તેમને સાથ આપ્યો.
Priyanka Gandhi met me in jail; questioned about her father's killing: Rajiv Gandhi assassination convict Nalini Sriharan
Read @ANI Story | https://t.co/9D9UKez8uB#PriyankaGandhi #RajivGandhiAssassination #NaliniSriharan pic.twitter.com/3FjnCVPZ6X
— ANI Digital (@ani_digital) November 13, 2022
નલિની શ્રીહરને શું કહ્યું?
Priyanka Gandhi met me in jail; questioned about her father's killing: Rajiv Gandhi assassination convict Nalini Sriharan
Read @ANI Story | https://t.co/9D9UKez8uB#PriyankaGandhi #RajivGandhiAssassination #NaliniSriharan pic.twitter.com/3FjnCVPZ6X
નલિની શ્રીહરને મીડિયા સાથે વાત કરતા તેની ભવિષ્ય યોજના અંગે કહ્યું હતું કે તેમના પરિવારના તમામ સભ્યો લાંબા સમય સુધી તેમની રાહ જોઈ રહ્યા છે, અને હવે તે તેમની સાથે રહેવા માંગે છે. આ પ્રસંગે તેણે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માન્યો હતો. અને કહ્યું તે તેમણે આ દરમિયાન ઘણી મદદ કરી છે.
(1)ગાંધી પરિવાર સાથે મુવાકાત અંગે તેણે કહ્યું કે તેમની સાથે મુલાકાતની કોઈ યોજના નથી, તે સાથે જ તેણે તે પણ કહ્યું કે મારા પતિ જ્યાં જશે તે તેમની સાથે જ જઈશ. અમે બંને છેલ્લા 32 વર્ષથી અલગ રહ્યા છિએ.
(2)જેલમાં દોષિતોના સારા આચરણને ધ્યાનમાં રાખીને જસ્ટિસ બી આર ગવઈ અને બી વી નાગરત્નાની બે ન્યાયાધીશોની બેંચ અંગે તેમણે કહ્યું કે તેમણે કેસની સારી રીતે અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે મુક્તિનો નિર્ણય કર્યો હતો.
(3)પ્રિયંકા ગાંઘી સાથે મુલાકાત અંગે નલિનીએ કહ્યું કે પ્રિયંકા ગાંધી મને જેલમાં મળવા આવી હતી. તેમણે મને તેમના તેમના પિતાની હત્યા અંગે પુછ્યું હતું. તે તેમના પિતાને લઈ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી હતી.