છત્તીસગઢમાં ST-SC યુવાનોનું નગ્ન વિરોધ પ્રદર્શન, વિધાનસભાનો ઘેરાવ કરવા જતા પોલીસે કરી અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-07-18 16:42:26

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મંગળવારે એસસી અને એસટી સમુદાયના યુવાનોએ સંપુર્ણપણે નગ્ન થઈને વિરોધ પ્રદર્શન કરતા હોબાળો મચી ગયો છે. તેમણે નકલી જાતી સર્ટિફિકેટ બનાવીને સરકારી નોકરી કરી રહેલા લોકો સામે કાર્યવાહીની માગ કરતા વિરોધ પ્રદર્શિત કર્યું હતું.  દેખાવકારો નગ્ન થઈને વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા. જો કે પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે છત્તીશગઢમાં બનાવટી જાતિ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી કરનારા લોકોના કારણે મામલો ગરમાયો છે. આરોપ છે કે અનેક બિન અનામત વર્ગના લોકો પણ બનાવટી જાતિ સર્ટીફિકેટ બનાવીને સરકારી નોકરી મેળવી છે. 


કેટલાય દિવસોથી ધરણા કરી રહ્યા છે યુવાનો


છત્તીશગઢમાં થોડા દિવસોથી યુવાનો ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે, મંગળવારે ધરણા- પ્રદર્શનોમાં સામેલ થયેલા અનુસુચિત જાતિ અને જનજાતિ વર્ગના યુવાનો આ મામલે અધિકારીઓને નગ્ન પ્રદર્શનની ચિમકી આપી હતી. જો કે સરકારે કોઈ કાર્યવાહી ન કરતા અંતે તેમણે નિર્વસ્ત્ર બનીને સરકારને ઉંઘમાંથી જગાડવાનું કામ કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા આ યુવાનોનો આરોપ છે કે બનાવટી એસ સી અને એસ ટી સર્ટીફિકેટના આધારે રાજ્યમાં 267 લોકો નોકરી કરી રહ્યા છે. આવા લોકોને સસ્પેન્ડ કરવાનો 3 વર્ષ પહેલા જ આદેશ આપવામાં આવ્યો હતો જો કે હજું સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. આ વિરોધ પ્રદર્શકોએ મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર સામે પણ સુત્રોચ્ચારો કર્યા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?