મોડાસાના નૈનિલભાઈએ અનેક સવાલો કર્યા... આનો જવાબ તમારી પાસે છે?
કેમ છો દેવાંશી બેન ?
આશા રાખું કે આપ મજામાં હશો !
મારે એક વાત કરવી હતી ગુજરાત માં ચાલતા આયુષ્યમાન કાર્ડ યોજના બાબતે જેની અંદર પાંચ લાખ સુધી ની સારવાર સરકારે નક્કી કરેલી હોસ્પિટલ માં થાય છે
આજે હું મારા દાદી ને લઇ ને ગુજરાત ની પ્રખ્યાત એવી GCS હોસ્પિટલ જે અમદાવાદમાં આવેલી છે ત્યાં ગયો હતો
મારા દાદી ને સ્વાદુપિંડ નાં માથા નાં ભાગે એક નાની ગાંઠ છે જેના અંતર્ગત Oncology surgical વિભાગ માં બતાવવાનું હતું અને અમે ત્યાં ડો ઉર્વીશ શાહ નામ નાં ડોકટર ને મળ્યા .
ડોકટર એ એમને એમ કીધું કે ઓપરેશન કરવું પડે તેમ છે... તો અમે કહ્યું કે સારું સાહેબ અમે તૈયાર છીએ ..
પછી મે પ્રશ્ન પૂછ્યું ડોકટર ને કે સાહેબ અહીંયા અમે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ઓપરેશન કરવા માગીએ છીએ કારણ કે અમારી નાણાકીય પરિસ્થિતિ હાલ સારી નથી ...
ડોકટર એ જવાબ આપ્યો કે નાં ભાઈ એ યોજનામાં ઓપરેશન નઈ થાય કારણ કે એમને પોસાતું નથી ઓપરેશન મોગુ છે ૩ થી ૪ લાખ નું છે ....
મે પૂછ્યું કે આ યોજનામાં તો પાંચ લાખ સુધી સારવાર મફત થાય છે તો એમને વળતો જવાબ આપ્યો કે તમને પોસાય તો અહીંયા કરાવો બાકી તમે GCRI કે સિવિલ જેવી જગ્યા પર જાઓ ત્યાં તપાસ કરો
આવો જવાબ આપી ને એમને ત્યાંથી એમને રવાના કર્યા
હવે મારો પ્રશ્ન એ છે કે મેમ આવું જ કરવું હોય તો પછી આયુષ્યમાન કાર્ડ ની જરૂર શું ?
મારા દાદી ન એ ગાંઠ લગભગ કેન્સર ની હોય તેવું ડોકટરો કહી ચુંક્યા છે અને મારે બાયોપ્સી માટે એ ગાંઠ કાઢવું જરૂરી છે તાત્કાલિક પણ ડોકટરો સાચે ભગવાન નાં સ્વરૂપ હોય તો આવું જવાબ કેમ દેતા હસે..
હું માનું છું કે ડોકટરો ને પોસાતું ની હોય એક સમય માટે .. તો પછી સરકાર કેમ આં કાર્ડ ઉપર આટલો જશ લઈ રહી છે ?
અને સાચે કોઈ હોસ્પિટલ આવો જવાબ આપી શકે ખરો કે એમને પોસાતું નથી તમે બીજે જાઓ !