NAFEDએ ડુંગળીની ખરીદી તો શરૂ કરી છતાં ખેડૂતો થયા નિરાશ, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-03-09 19:07:47

રાજ્યમાં ડુંગળીના ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય  ભાવ ન મળતા હોવાના સમાચાર બાદ સરકારે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ડુંગળી અને બટાકા માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. રાજય સરકારે ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ડુંગળી માટે 90 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રાજ્ય સરકાર ગઈકાલે જાહેરાત કરી હતી કે નાફેડ 9 માર્ચથી ડુંગળીની ખરીદી કરશે. 


NAFEDએ શરૂ કરી ખરીદી 


સરકારની જાહેરાતના પગલે નાફેડની ટીમ આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી અને ડુંગળીની ખરીદી શરૂ કરી હતી. નાફેડે  ધારાધોરણો આધારે રાજકોટ યાર્ડમાં ડુંગળીની ખરીદીની શરૂઆત કરી હતી. નાફેડ દ્વારા ખેડૂતોને પેમેન્ટ ઓનલાઇન ચૂકવણી કરવામાં આવશે. 


NAFED રૂ.7.92 પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદી


ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહે તે માટે નાફેડના અધિકારીઓ રાજકોટ યાર્ડમાં પહોંચી ગયા હતા. રાજકોટ યાર્ડમાં આજથી NAFED દ્વારા જે ડુંગળીની ખરીદી કરવામાં આવી રહ્યો છે તેનો ભાવ 7.92 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવ્યો છે. અગાઉ જે ડુંગળી બે રૂપિયા પ્રતિ કિલો એના ભાવે વેચાતી હતી તે ડુંગળી 7.92 પ્રતિ કિલોના ભાવે આજે નાફેડમાં વેચાઈ રહી છે.


ખેડૂતો થયા નિરાશ


રાજકોટ માર્કેટ યાર્ડમાં NAFEDએ આજે ડુંગળીની ખરીદી તો શરૂ કરી પણ તેના ધારા-ધોરણોની જાહેરાત કરી ન હતી. જેના કારણે  ડુંગળી વેચવા આવનારા ખેડૂતો નિરાશ જોવા મળ્યા હતા. નાફેડે ડુંગળીના ખેડૂતો પાસે આધાર કાર્ડ, 7-12, 8 અ, કેન્સલ ચેક, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા અને 12 નંબર વાવેતરનો દાખલો સહિતના જે કાંઈ પણ ડોક્યુમેન્ટ માંગ્યા હતા. આ ઉપરાંત સારી ક્વોલિટીની જે ડુંગળી હશે અને 45 એમએમની ડુંગળી હશે તેની જ ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવી હતી.


NAFEDનો ભાવ પણ અપૂરતો


ખેડૂતાના જણાવ્યા પ્રમાણે હાલમાં NAFED જે ભાવ આપી રહ્યું છે તેને લઈને એક પણ ખેડૂતોને પોતાના ખર્ચાના પૈસા પણ નીકળી શકે તેમ નથી. તેમજ ડુંગળીના ઓછામાં ઓછા 300થી 350 રૂપિયા ભાવ મળે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે. આ સાથે જ નાફેડ દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે. તેમાં ક્વોલિટીનો જ માલ લેવામાં આવે છે. જ્યારે અમારો રિજેક્ટ કરેલો માલ અમારે કચરામાં નાખવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?