Gandhinagarમાં બનશે નાદબ્રહ્મ આર્ટ સેન્ટર, PM Modiએ સેન્ટર બનાવવા જમીન દાનમાં આપી , આર્ટ સેન્ટરમાં હશે આ સુવિધાઓ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-13 10:59:04

બાળકના જીવનમાં જેટલું ભણવાનું મહત્વ રહેલું હોય છે તેટલું મહત્વ બીજી બધી પ્રવૃત્તિઓનું પણ રહેલું છે. ડાન્સ, મ્યુઝીક, રમત ગમત જેવી વસ્તુઓ જો બાળકને શીખવાડવામાં આવે તો તેનો સર્વાંગી વિકાસ થતો હોય છે. એવું પણ આપણે ત્યાં માનવામાં આવે છે કે વ્યક્તિને કોઈ કળા આવડવી જોઈએ. કળાના માધ્યમથી અનેક લોકો ઈશ્વરની આરાધના કરતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં રહેલી તેમની જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે અને તે જમીન પર નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનાવવામાં આવશે. અને આ આર્ટ સેન્ટરમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Image

સંગીત અને નૃત્યની અપાશે તાલીમ!

પીએમ મોદીએ ગાંધીનગરમાં રહેલી પોતાની જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે અને એ જમીન પર નાદ બ્રહ્મ આર્ટ સેન્ટર બનવાનું છે. મળતી માહિતી અનુસાર આ આર્ટ સેન્ટરમાં ભારતીય સંગીત કલામાં લોકો આગળ વધે તેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ભારતીય સંગીત કલાને એક છત નીચે લાવવા માટે આ આર્ટ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. આ આર્ટ સેન્ટર અત્યાધુનિક સુવિધાઓથી પરિપૂર્ણ હશે અને આ સેન્ટરમાં 200 લોકો બેસી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તે ઉપરાંત આ આર્ટ સેન્ટરમાં સંગીત, નૃત્ય શીખવાડમાં આવશે અને તેના માટે અલગ વર્ગખંડોની પણ રચના કરવામાં આવી છે. તે ઉપરાંત 5 પર્ફોર્મન્સ સ્ટુડિયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.   

Image



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?