પુણેમાં નબીરાએ સર્જ્યો અકસ્માત, શહેરના નામ બદલાય છે, મૃતકના સરનામાં બદલાય છે પરંતુ નથી બદલાતી તે સિસ્ટમ છે...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-22 11:27:37

કરોડોની મોંઘીદાટ ગાડીમાં બેઠેલા નબીરાઓ જ્યારે અકસ્માત સર્જે છે તો તેમને લાગતું હોય છે જેમ પૈસાથી બધું જ ખરીદી શકાય છે તેમ સિસ્ટમ પણ ખરીદી શકાય છે...! થોડા સમય પહેલા અમદાવાદમાં તથ્ય પટેલે અકસ્માત સર્જયો હતો જેમાં અનેક લોકો કચડાઈ ગયા હતા ત્યારે આવો જ એક અકસ્માત પુણેમાં સર્જાયો છે. મોંઘીદાટ ગાડી લઈને નિકળેલો કથિત નાબાલીક છોકરો 200 કિમીની સ્પીડમાં ગાડી ચલાવે છે, અકસ્માત સર્જે છે જેમાં બે લોકોના મોત થઈ જાય છે.. તથ્ય કાંડને થયે 9 મહિના જેટલો સમય વીતિ ગયો છે પરંતુ સિસ્ટમમાં કોઈ બદલાવ નથી આવ્યો...  

પુણેમાં નબીરાએ સર્જ્યો અકસ્માત જેમાં ગયા બે લોકોના જીવ 

નબીરાઓ રસ્તાને પોતાના બાપનો માની બેફામ રીતે વાહન ચલાવે છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગુજરાતમાં થોડા સમય પહેલા એક નબીરાએ ભયંકર રોડ અકસ્માત સર્જ્યો હતો. પોતાની મોંઘીદાટ ગાડીની નીચે અનેક જિંદગીઓને કચડી નાખી હતી..  તથ્ય પટેલ કાંડને આજે યાદ એટલા માટે કરવો છે કે પુણેમાં પણ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે જેમાં બે લોકોના મોત થઈ ગયા છે.. બધા પૈસા વાળા વ્યક્તિઓ ખરાબ હોય તેવું અમે નથી કહી રહ્યા પરંતુ અનેક એવા લોકો હોય છે જે આવા પ્રકારના કૃત્યો કરે છે... પૈસાનું ઘમંડ જાણે તેમના માથે ચડી ગયો હોય તેવું લાગે... 


માત્ર થોડા કલાકોની અંદર નબીરાને મળી ગયા શરતી જામીન! 

જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો આશરે 2.5 કરોડની પોર્શ કાર લઈને જઈ રહ્યો હતો.. 12માં ધોરણમાં પાસ થવાની ખુશીમાં 17 વર્ષ અને 8 મહિનાનો કથિત નાબાલીક છોકરો પાર્ટી કરીને આવી રહ્યો હતો. સંભવત દારૂ પીને ગાડી લઈને નીકળે છે, પ્રાથમીક દ્રષ્ટીએ જોનારા લોકો કહે છે કે 200કિમીની સ્પીડ પર ગાડી હશે, અકસ્માત કરે છે જેમાં બાઈક પર સવાર બે લોકોનું મૃત્યુ થાય છે. આ ઘટનામાં કાર્યવાહી પણ થાય છે.. મૃતદેહ ચિતા પર પહોંચે એના પહેલા બિલ્ડર બાપના બેટાના જામીન મળી જાય છે, જજ જામીનની શરતમાં સજા આપે છે કે બેટા ઓવરસ્પીડીંગ પર નિબંધ લખી આપ..



ઘટના વાયરલ થયા બાદ થઈ કાર્યવાહી 

સવાલો તો જજ દ્વારા આપવામાં આવેલી સજા પર પણ થવા જોઈએ.. જે પ્રકારનું ગંભીર કૃત્ય નબીરા દ્વારા કરવામાં આવ્યું તેની સામે આપવામાં આવેલી સજાને સાચે સજા માનવી કે મજાક? સ્કૂલમાં ભણતા બાળકને જાણે નિબંધ લખવાનું હોમવર્ક ટીચર લખવા માટે આપતા હોય તેવી રીતે જજે આ શરત પર જામીન પણ આપી દીધા! કલાકો વિત્યા પરંતુ પોલીસ બ્લડ સેમ્પલ કલેક્ટ નથી કરતી, ટેસ્ટ નથી થતો, બધુ જ સેટ હતું...પરંતુ આ આખી ઘટના વાયરલ થયા બાદ કાર્યવાહી શરૂ થાય છે.. સગીરના પિતાની ધરપકડ કરવામાં આવી છે.. 


મૃતકોના સરનામા બદલાય પરંતુ કમબક્ત સિસ્ટમ નથી બદલાતી!

આવી ઘટનાઓ જ્યારે સામે આવે છે, ઓવરસ્પીડિંગને કારણે જ્યારે કોઈના મોત થાય છે ત્યારે સવાલ થાય કે આપણે જૂની ઘટનાઓમાંથી ક્યારે શીખીશું? સિસ્ટમમાં બદલાવ ક્યારે આવશે? આ અકસ્માતમાં મૃતકના સરનામા બદલાય છે, મૃતકોની સંખ્યા બદલાય, અકસ્માત સર્જનાર વ્યક્તિનું નામ બદલાય છે, શહેર બદલાય છે.. બધું જ બદલાય છે માત્ર નથી બદલાતી તો તે સિસ્ટમ છે.. બધું ત્યાંનું ત્યાં જ હોય છે..  



નબીરાઓ ક્યારે સમજશે કે રસ્તો તેમના બાપનો નથી? 

જ્યાં સુધી સિસ્ટમ નહીં બદલાય જ્યાં સુધી એવા દાખલા નહીં બેસાડાય કે ગુન્હો ગુન્હો હોય એ પછી પૈસાદાર બાપના સંતાનો સર્જે કે મધ્યમવર્ગથી આવતો માણસ સર્જે.. જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં કરવામાં આવે આવા નબીરાઓ વિરૂદ્ધ ત્યાં સુધી આવા નબીરાઓને લાગશે કે રોડ તેમના બાપનો છે, સિસ્ટમ તેમના બાપની છે... નબીરાઓને એટલું જ કહેવું છે કે આ દેશના રસ્તા તમારા પપ્પાની પ્રોપર્ટી નથી કે જેમ મનફાવે તેમ, બેફામ રીતે ગાડી ચલાવો.. 


પૈસાથી કોઈનો જીવ પાછો નથી આવતો.. 

આ ઘટનાઓ જ્યારે બને છે ત્યારે અનેક વખત જોવામાં આવ્યું છે કે મૃતકના પરિવારને પૈસા આપવાની વાત કરવામાં આવે છે... અકસ્માત સર્જનારા લોકો મૃતકના પરિવારને કહે છે કે આટલા પૈસા તમને અમે આપી દઈએ..અનેક મૃતકોના પરિવારના સભ્યો કહેતા હોય છે કે અમે તમને આટલા રૂપિયા આપીએ તમે અમારા સંતાનોને પાછા લઈ આવો.. પૈસાથી કોઈનો જીવ પાછો નથી આવતો.. 


સંતાન ગુમાવવાની પીડા એ જ સમજી શકે જેમણે... 

એ મા બાપની પીડા કોઈ ના સમજી શકે જેમણે પોતાના જવાન સંતાનોને ગુમાવ્યા છે.. એ પીડા તો એ જ સમજી શકે જે પિતાએ પોતાના સંતાનની લાશને ખભો આપ્યો હોય, મુખાગ્નિ આપી હોય...આ સિસ્ટમમાં બદલાવ આવે તેવી આશા રાખવી તો ના જોઈએ પરંતુ થોડો બદલાવ આવે તેવી આશા... 



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..