મિઝોરમ એરપોર્ટ પર મ્યાનમારનું પ્લેન ક્રેશ, સેનાના 14 જવાન સવાર હતા, 6 ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-23 13:54:34

મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમારનું લશ્કરી વિમાન ક્રેશ થયું છે. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મ્યાનમારનું આ સૈન્ય વિમાન મંગળવારે મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર રનવે પરથી લપસી ગયું હતું. વિમાનને તેમના દેશમાં બળવાખોર જૂથની મુશ્કેલીઓ વચ્ચે પૂર્વોત્તર રાજ્યમાં આશ્રય લીધેલા સૈનિકોને બહાર કાઢવા માટે મોકલવામાં આવ્યું હતું.


લેન્ડિંગ દરમિયાન થયું ક્રેશ

 

ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર, પડકારરૂપ લેન્ડિંગ એરિયા તરીકે ઓળખાતા લેંગપુઈનો ટેબલ ટોપ રનવે આ  દુર્ઘટનાનું કારણ બન્યો હતો. ભારતે સોમવારે મ્યાનમારના 184 સૈનિકોને પરત મોકલ્યા જેઓ ગયા અઠવાડિયે વંશીય વિદ્રોહી જૂથ સાથેની અથડામણ વચ્ચે મિઝોરમ ભાગી આવ્યા હતા. આ વાતની પુષ્ટિ કરતા આસામ રાઈફલ્સના એક અધિકારીએ જણાવ્યું કે ગત સપ્તાહે મ્યાનમારના કુલ 276 સૈનિકો પૂર્વોત્તર રાજ્યમાં પ્રવેશ્યા હતા.


વિમાનમાં કુલ 14 લોકો હતા
 

મિઝોરમના એક અધિકારીએ જણાવ્યું કે, 'વિમાન નાના કદનું છે, તેમાં પાયલટ સહિત 14 લોકો સવાર હતા, 6 ઘાયલ થયા છે અને 6 સુરક્ષિત છે. વંશીય બળવાખોર જૂથો અને લોકશાહી તરફી દળો દ્વારા તેમના શિબિરો પર કબજો મેળવ્યા પછી લગભગ 635 મ્યાનમાર સૈનિકો અત્યાર સુધીમાં મિઝોરમ ભાગી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આમાંથી 359 સૈનિકોને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...