જ્ઞાન સહાયક માધ્યમિકની અરજીની તારીખ પાછળ ઠેલાતા TET-TAT ઉમેદવારોના ગ્રુપમાં ગણગણાટ શરૂ


  • Published By :
  • Published Date : 2023-09-04 16:32:06

"મિત્રો, બધા આવી જ રીતે સંગઠીત રહેજો. જેમ આપણે ફોર્મ ન ભરીને ખેલ સહાયકનો ખેલ પાડી દીધો એવી જ રીતે સરકારની કોન્ટ્રાક્ટવાળી જ્ઞાન સહાયક ભરતીનો પણ ખેલ પાડી દેવાનો છે." આ અમે નથી કહી રહ્યા, પણ આવું ટેટ-ટાટના વિદ્યાર્થીઓના વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મેસેજ ફરતા થયા છે. જ્ઞાન સહાયકની અરજીના ફોર્મ પાછળ ઠેલાતા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ગણગણાટ શરૂ કરી દીધો છે. 


જ્ઞાન સહાયક માધ્યમિકની અરજી કરવાની તારીખ વધારાઈ 

સરકારની વેબસાઈટ પર આજ સવારથી એક મેસેજ ફરી રહ્યો છે કે જ્ઞાન સહાયક માધ્યમિક અરજી માટેની છેલ્લી તારીખ જે આજની હતી એ બદલી દેવામાં આવી છે. હવે માધ્યમિક માટેની છેલ્લી અરજી 11 સપ્ટેમ્બર કરવામાં આવી છે. સરકારે આ નિર્ણય કર્યો તેની પાછળના સરકારના કે શિક્ષણ વિભાગના અનેક તર્ક હોય શકે છે પણ વિદ્યાર્થીઓના ગ્રુપમાં આવી વાતો કરવામાં આવી રહી છે. તેમનું માનવું છે કે જ્ઞાન સહાયક મામલે સરકાર સામે વિદ્યાર્થીઓની જીત થઈ રહી છે. આવું કહેવા પાછળ વિદ્યાર્થીઓનો તર્ક છે કે માધ્યમિક જ્ઞાન સહાયક માટે લગભગ 6 હજાર શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીઓ ફોર્મ ન ભરવાની જીદ પર બેઠા છે માટે ઓછા ફોર્મ ભરાયા છે. પરિણામે વધારે ફોર્મ ભરાય એ કારણથી જ્ઞાન સહાયક માધ્યમિકની તારીખ સરકારે વધારી છે. 

"જ્ઞાન સહાયક આપોઆપ રદ થઈ જશે"

વિદ્યાર્થીઓના ગ્રુપમાં એક ફોટો ફરતો થયો છે જેમાં લખવામાં આવ્યું છે કે, "આપણી સૌની એકતાના કારણે માધ્યમિક જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. આપણે સૌ ટેટ-ટાટ ઉમેદવારોએ મક્કમ રહી ફોર્મ ન ભરી એકતા દર્શાવી છે. જેના લીધે પૂરતા ફોર્મ નથી ભરાયા. ફોર્મ ન ભરાવાના લીધે ફોર્મ ભરવાની તાલીખ લંબાવામાં આવી છે, હજુ પણ આપણે સૌએ ફોર્મ ન ભરી જ્ઞાન સહાયક રદ કરવાની છે અને જેમણે ફોર્મ ભર્યા છે તે લોકો હવે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે જેથી જ્ઞાન સહાયક આપો આપ રદ થઈ જશે. 

"ખેલ સહાયકની જેમ જ્ઞાન સહાયકનો ખેલ પાડી દેવાનો છે"

આ બધી પરિસ્થિતિની વચ્ચે એક વાત કરવામાં આવી રહી છે કે, "આપણે ખેલ સહાયકની જેમ જ્ઞાન સહાયકનો પણ ખેલ પાડી દેવાનો છે." જેનો અર્થ એ થાય છે કે ખેલ સહાયકની ભરતી માટે સરકારે 5600 જગ્યા માટે કોન્ટ્રાક્ટવાળી ભરતી બહાર પાડી હતી. જેમાં વિદ્યાર્થીઓએ માત્ર 4 હજાર 600 જેટલા જ ફોર્મ ભર્યા હતા. એટલે સરકારને ખેલ અભિરૂચી કસોટી મોકૂફ રાખવી પડી હતી.. 


હવે સરકાર અને વિદ્યાર્થીઓ બંને પોત પોતાના તર્ક સાથે મક્કમ છે તો આગળ આ મામલે શું થશે એ જોવાનું રહેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?