મહેસાણાની લુણવા શાળામાં મુસ્લિમ વિદ્યાર્થિની ઈનામ આપી કરાયું સન્માન, શું છે સમગ્ર મામલો જાણો


  • Published By :
  • Published Date : 2023-08-24 19:51:28

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામમાં આવેલી શ્રી કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યા વિહાર શાળામાં ગત વર્ષે ધોરણ-10માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર મુસ્લિમ વિદ્યાર્થિની સાથે શાળા દ્વારા જ ઇનામ વિતરણમાં ભેદભાવ મામલે ભારે હોબાળો થયો હતો. જો કે આજે શાળાએ તેની ભૂલ સુધારી શાળાના પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિની અરનાઝ બાનુનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અનિલભાઈ પટેલ તથા અન્ય શિક્ષકોની હાજરીમાં મુસ્લિમ વિદ્યાર્થિની અરનાઝ બાનુનું સન્માન કરી પ્રોત્સાહિત કરી હતી. ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થિને થયેલા અન્યાયનો મામલો જમાવટ મીડિયાએ જોરદાર રીતે ઉઠાવ્યો હતો.  


અરનાઝ બાનુએ ખુશી વ્યક્ત કરી


લુણવા ગામમાં આવેલી શ્રી કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યા વિહાર શાળાની વિદ્યાર્થિની અરનાઝ બાનુએ મોડે મોડે પણ તેનું સન્માન થયું તેને લઈ ખુશી વ્યક્ત કરી હતી. અરનાઝ બાનુના પિતા સનેવરખાન પઠાણે પણ કહ્યું હતું કે શાળાના આચાર્યએ તેમની ભૂલ સ્વિકારી લીધી છે અને હવે કોઈ મતભેદ નથી. આ મામલે જમાવટ મિડીયાએ શાળાના આચાર્ય તથા સંચાલક પાસે પણ વાત કરી હતી. સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ પણ શાળા પાસે જવાબ માંગ્યો હતો. બાદમાં શાળાના આચાર્યએ પણ તેમની ભૂલને લઈ માફી માગી હતી.


શું છે સમગ્ર મામલો?


ગત 15 ઓગષ્ટના દિવસે આઝાદી દિન નિમિત્તે  ધોરણ-10માં શાળામાં ગત વર્ષે 1થી 10 ક્રમે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે 2022માં ધોરણ-10માં શાળાની મુસ્લિમ વિદ્યાર્થિની  અરનાઝ બાનુ સનેવરખાન પઠાણ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇ હતી. જો કે ઇનામ વિતરણમાં તેના નામની બાદબાકી કરી ક્રમ 2થી ઈનામોની જાહેરાત કરવામાં આવી અને આ રીતે શાળાએ ભેદભાવ કર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. અરઝનાબાનુના પિતા સનેવરખાન પઠાણે આ મામલે શાળાના આચાર્ય અનિલ પટેલનો સંપર્ક કરતા તેમણે પહેલા ટ્રસ્ટી બિપીન પટેલનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જો કે બાદમાં આચાર્ય અનિલ પટેલે કારણ આપતા જણાવ્યું હતું કે અમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું જ સન્માન કરવામાં આવ્યું છે. અરનાઝ બાનુએ ધોરણ-11માં આવતા શાળા બદલી નાખી છે. આ સન્માનનું આયોજન અમારા સ્ટાફના મિત્રો દ્વારા ચાલુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે રાખ્યું હતું. શાળાના સ્ટાફે પણ આવું જ નિવેદન આપ્યું હતું. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?