Vadodara ખાતે કરાયું મસ્કયુલર ડિસ્ટ્રોફી કેમ્પનું આયોજન, અનેક દર્દીઓએ લીધો કેમ્પનો લાભ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-02 16:44:26

ગુજરાતના વિવિધ શહેરોમાં વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકોને ઓછા પૈસામાં સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. બાળકો આજકાલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો શિકાર બની રહ્યા છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક એવી બિમારી છે જે શરૂઆતમાં તેનો એટેક વોલેન્ટરી મસલ્સ પર જોવા મળે છે. આ એ મસલ્સ છે જે આપણી હલચલને કંટ્રોલ કરે છે. પરંતુ ધીમે ધીમે તે આખા શરીરને કંટ્રોલ કરી લે છે. જેને લઈ ઓર્ગન્સમાં નબળાઈ જોવા મળતી હોય છે. આ બિમારી એવી છે જે કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે. 



શું હોય છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગના લક્ષણ?

જો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના લક્ષણોની વાત કરવામાં આવે તો પગને આગળ વધારવામાં મુશ્કેલી પડે છે, સ્વતંત્ર રીતે બેસવામાં પણ મુશ્કેલી પડવી, શ્વાસ લેતી વખતે મુશ્કેલી પડવી, સીડી પર ચડતી વખતે મુશ્કેલી પડી સહિતના લક્ષણો મુખ્યત્વે દેખાતા હોય છે. જો સમયસર સારવાર કરવામાં આવે તો બિમારીમાં રાહત મળી શકે છે. ત્યારે વિવિધ શહેરોમાં કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં બાળકોને સારવાર આપવાનું તેમજ માતા પિતાને માર્ગદર્શન આપવાનું કામ કરવામાં આવે છે.         


અનેક દર્દીઓએ લીધો હતો કેમ્પનો લાભ

ત્યારે વડોદરા શહેરમાં અવાર નવાર અનેક પ્રકારના સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા અટલાદરા સેન્ટર ખાતે બ્રહ્માકુમારી ભવનમાં મસ્કયુલર ડિસ્ટ્રોફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 25થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.  સ્વાતિ ઠક્કર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે પોતે જ આ રોગથી  પિડીત બાળકની માતા છે. અને ફીઝીઓ થેરાપીસ્ટ ડોક્ટર હિરલ તવાર દ્વારા આ કાર્યકમ યોજાયો હતો. 


સુરત ખાતે યોજાશે આગામી કેમ્પ 

આપણે વિવિધ પ્રકારના કેમ્પનું આયોજન થતું જોયું હશે પરંતુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવા રોગોના કેમ્પનું આયોજન ભાગ્યે જ જોવા મળે છે. સ્વાતિ ઠક્કર તથા ડોક્ટર હિરલ તવાર દ્વારા આ કેમ્પ યોજવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દર્દીઓએ લાભ લીધો. હવે આવો આગામી કેમ્પ સુરત ખાતે 13 ઓગસ્ટના રોજ યોજાવાનો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?